મોરબી અપડેટ લાવ્યું છે “સુખનું સરનામું એ ગામડું અમારું..એક લટાર ગામડે” વિશેષ શો

- text


દર ગુરુવારે રાત્રે 08:30 કલાકે મોરબી અપડેટના ફેસબુક પેઈજ અને યૂટ્યૂબ ચેનલ પર રજુ થનારો આ વિશેષ શો એટલે મોરબી જિલ્લાના વિવિધ ગામોની શેર કરાવતો અનોખો કાર્યક્રમ

મોરબી : વધતા શહેરીકરણને કારણે લોકો ગામડાથી દૂર થતાં જાય છે. પણ લોકોને પોતાના પૈતૃક ગામથી સવિશેષ લગાવ કાયમ જળવાઈ રહે છે. ધંધા, નોકરી, રોજગાર કે કારકિર્દી માટે નવી પેઢીને ના છૂટકે ગામડાથી દૂર જવાની મજબૂરી હોય છે. પણ ગામથી દૂર ગયા બાદ પણ વારે-તહેવારે લોકો પોતાના ગામ જરૂર જાય છે. ગાંધીજીએ સાચું જ કહ્યું હતું કે અસલી ભારત ગામડામાં વસે છે. આવા ગામડાઓના ભાતીગળ જીવનને જાણવાનું-માણવાનું કોને ન ગમે? આથી જ મોરબી અપડેટ આપના માટે લઈને આવ્યું છે આપણાં ગામની વાત, આપણાં રીત-રિવાજ, આપણી બોલીમાં, આપણાં દિલમાં ધબકતી ભાતીગળ ગ્રામ્ય સંસ્કૃતિની મીઠી મહેકને ઉત્કંઠા પૂર્વક જાણવાની, જોશ ભેર માણવાની અનોખી રજુઆત.

દર ગુરુવારે રાત્રે 08:30 કલાકે મોરબી અપડેટના ફેસબુક પેજ તેમજ યુટ્યુબ પર આપના મનપસંદ અને લાડીલા એવા RJ રવિ બરાસરા સાથે માણવાનું ચૂકશો નહિ. “સુખનું સરનામું એ ગામડું અમારું..એક લટાર ગામડે” ના ખાસ એપિસોડ.

- text

આ કાર્યક્રમમાં દર ગુરુવારે અલગ-અલગ ગામોની મુલાકાત લઇ એ ગામની સંસ્કૃતિ, બોલી, પહેરવેશ, ધબકતું ગ્રામ્યજીવન આપની આંખો દ્વારા કેમેરામાં જીલાશે. જે ગામડેથી સંજોગોવશાત દૂર થયેલો આપનો જ કોઈ પરિવારજન કે ભેરૂબંધ માણશે. દૂર હોવા છતાં જનમભોમકાની માટીની મહેક એ દૂર બેઠા પણ માણી શકશે.

મોરબી અપડેટના આ વિશેષ કાર્યક્રમમાં આજે તારીખ 8 ઓગસ્ટને ગુરુવારે રાત્રે 08:30 કલાકે માણો આર.જે.રવિ સાથે મોરબી તાલુકાના રાજપર ગામની ધબકતી ગ્રામ્ય સંસ્કૃતિને. જેમાં રાજપરની એવી તમામ બાબતો જાણો જે આપ જાણવા માંગો છો. ગામના સરપંચ, આગેવાન વડીલો, યુવાઓના વિચારો, ગામની સુખ દુઃખની વાતો, જરૂરિયાતો અને એવું બધુ જ આપને જાણવા માણવા મળશે. તો જોવાનું ચૂકશો નહિ. ભેરુ-ભાઈબંધોને, સખી-સહેલીઓને તેમજ ઘર-પરિવારોને જાણ કરી દો કે આજે અમારું રાજપર ગામ ચમકશે મોરબી અપડેટના ફેસબુક પેઈજ અને યૂટ્યૂબ ચેનલ ઉપર પર રાત્રીના 08:30 કલાકે.

મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક : https://www.facebook.com/morbiupdate/
મોરબી અપડેટની યૂટ્યૂબ ચેનલની લિંક : https://www.youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw

- text