મોરબીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો શુભારંભ

- text


યોજનાનો લાભ લેવા માટે 58 હજાર અરજીઓ આવી

મોરબી :ટાઉન હોલ મોરબી ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કાર્યક્રમનો શુભારંભ કલેકટરશ્રી આર.જે.માકડીયા હસ્તે કરાયો હતો.જોકે આ યોજનાનો લાભ લેવા માટે 58 હજાર અરજીઓ આવી હોવાનું કલેકટરે જણાવ્યું હતું.

ભારત સરકારદ્વારા ખેડુતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સીમાંત ખેડુતોને સહાયરૂપ થવા માટે સો ટકા કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ બે હેકટર સુધીની જમીન ધરાવતા ખેડુતોને પ્રતિ વર્ષે રૂા.૬૦૦૦ ત્રણ સમાન હપ્તામાં સહાય ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર(ડી.બી.ટી.) માધ્યમથી ચુકવવાની થાય છે. જેના પ્રથમ હપ્તાની સહાય ચુકવવા માટે ઉતર પ્રદેશ ગોરખપુર ખાતે પ્રધાનમંત્રી દ્વારા સિધ્ધા પ્રસારણથી શુભારંભ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ સિધા પ્રસારણથી લોન્ચીંગ ટાઉન હોલ મોરબી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહાનુભાવો અનેખેડુતભાઇઓએ લાભ લીધો હતો.

- text

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો શુભારંભ સંદર્ભે ટાઉન હોલ મોરબી ખાતે યોજાયેલ સમારંભમાં કલેકટર આર.જે.માકડીયાએ જણાવ્યું હતું કે, આ યોજના ખુબજ હિતકારી છે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો દરેક ખેડુત ભાઇઓ ભરપુર લાભ લે તેવો અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા ખેતિવાડી અધિકારીશ્રી ડી.બી.ગજેરાએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ વિશે જાણકારી આપી હતી. જયારે મોરબી જિલ્લામાં આ અંગે આશરે ૫૮,૦૦૦ હજાર જેટલી અરજીઓ આવેલી છે.તેમ તેમણે જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ભાજપના અગ્રણિઓ મંજુલાબેન દેત્રોજા, જયોતિસંહ જાડેજા, પ્રભુભાઇ પનારા વગેરેએ પ્રસંગોચિત ઉદબોધન કર્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text