મોરબીમાં બે અલગ અલગ સ્થળે બાઇક સ્લીપ થવાથી બેના મોત

- text


મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર બાઇક સ્લીપ થતા નાની વાવડી ગામના આંધ્રડનું મોત નીપજ્યું હતું,જ્યારે અન્ય બનાવમાં ટિબડીના પાટિયા પાસે બાઇક સ્લીપ થવાથી આદિપુરના પ્રૌઢનું મોત નીપજ્યું હતું.

મોરબી તાલુકા પોલીસમાંથી આ બન્ને અકસ્માતના બનાવની મળતી વિગતો અનુસાર મોરબીના નાની વાવડી ગામે રહેતા હીરાભાઈ રાજાભાઈ ઉભડિયા ઉ.વ.50 નામના આધેડ ગઈકાલે પોતાના બાઇક પર કોઈ કામસર લખધીરપુર રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા.તે સમયે અચાનક તેમનું બાઇક સ્લીપ થતા હીરાભાઈ ઉભડિયાને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતું.જ્યારે બીજા અકસ્માતના બનાવમાં કચ્છ ગાંધીધામના આદિપુરમાં રહેતા બલભદ્રસિંહ છત્રસિંહ ઝાલા ઉ.વ.50 નામના પ્રૌઢ મોરબીના ટિબડી ગામના પાટિયા પાસે મોટરસાયકલ ઉપર પસાર થઈ રહ્યા હતા.તે સમયે અચાનક તેમનું મોટરસાઇકલ રલીપ થતા તેમને ગંભીર ઇજાઓ થવાથી તેમનું મોત નીપજ્યું હતું.મોરબી તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

 

- text