હળવદના બ્રાહ્મણી ડેમને નર્મદાના નીરથી ભરવા તાલુકા પંચાયત પ્રમુખની માંગ

- text


પંથકમાં નહીંવત વરસાદને કારણે ખેડૂતો, પશુપાલકોની હાલત કફોડી

હળવદ : હળવદ પંથકમાં ઓણસાલ નહીવત વરસાદના કારણે ખેડૂતો તેમજ પશુપાલકો પર આફતના ઓળા ઉતર્યા છે. ત્યારે પંથકના બ્રાહ્મણી -૧ અને રને નર્મદાના નીરથી ભરવામાં આવે તેમજ બ્રાહ્મણી ડેમના ૧ અને ર મારફત આવતા ગામોને પાણી આપવા અંગે તાલુકા પંચાયત પ્રમુખ અને જુદાજુદા ગામના સરપંચો સહિતનાઓ રાજય સરકારમાં રજુઆત કરી છે.

- text

હળવદ તાલુકામાં ચોમાસાની સીઝન દરમિયાન માત્ર ત્રણ ઈંચ જેટલો જ વરસાદ પડતા પંથકના ખેડૂતો તેમજ પશુપાલકોની હાલત દયનીય બની છે. જયારે બીજી તરફ વરસાદ ખેંચાતા પંથકના જુદાજુદા ગામોમાં પીવાના પાણીની પણ કપરી પરિÂસ્થતિ બનતી જઈ રહી છે. ત્યારે આજરોજ હળવદ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ તાલુકાના ગ્રામ પંચાયતોના સરપંચો મળી રાજયના નાયબ મુખ્યમંત્રી, જિલ્લા પ્રભારી સહિતનાઓને પંથકમાં આવેલ બ્રાહ્મણી ૧ અને ર ડેમને નર્મદાના નીરથી ભરી બ્રાહ્મણી એક ડેમ હેઠળ સમાવીષ્ટ ગામો જેવા કે મેરૂપર, માનસર, અજીતગઢ, કેદારીયા, પાંડાતીરથ, કડીયાણા, સુંદરગઢ, સુસવાવ, ઈશ્વરનગર, જુના ધનાળા, નવા ધનાળા, મયુરનગર, જુના દેવળીયા તેમજ બ્રાહ્મણી ર ડેમ હેઠળ સમાવીષ્ટ ઈશ્વરનગર, નવા દેવળીયા, સુરવદર, પ્રતાપગઢ, ધુળકોટ સહિતના ગામોને બ્રાહ્મણી ૧ અને ર ડેમના પેટા કેનાલનો લાભ મળતો હોય ત્યારે જા ડેમમાંથી પુરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોનો ઉભો પાક, પશુપાલકો માટે ઘાસચારો તેમજ પીવાના પાણીની સમસ્યા હલ થઈ શકે તેમ છે. ત્યારે આ અંગે આજરોજ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાની આગેવાની હેઠળ જુદાજુદા ગામોના સરપંચો દ્વારા હળવદ મામલતદાર કચેરીએ ધસી જઈ રાજયના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, જિલ્લા પ્રભારી સહિતનાઓને આવેદન પાઠવી રજુઆત કરી હતી.

- text