રવિવારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મોરબીમાં

- text


દલિત વિરોધી ગુજરાત સરકાર સામે એકતાના દર્શન કરાવાશે : જાહેરસભા, સન્માન

મોરબી : આગામી તા. ૨૧ ને રવિવારે દલિત સમાજના નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મોરબીની મુલાકાતે આવી રહ્યા છે, મોરબીમાં તેઓનું સન્માન કરવાની સાથે જાહેર સભાનું આયોજન કરાયું છે જેમાં દલિત સમાજ વિરોધી માનસિકતા ધરાવતી વર્તમાન સરકારને ખુલ્લી પડી એકતાના દર્શન કરાવાશે.

જાણવા મળતી વિગતો મુજબ રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ અને મોરબી જીલ્લા સમસ્ત દલિત સમાજ દ્વારા તા. ૨૧ ને રવિવારના રોજ બપોરે ૩.૩૦ થી ૭ કલાક સુધી વણકર સમાજની વાડી, ભડીયાદ કાંટા પાસે મોરબી મુકામે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની જાહેરસભા અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ કાર્યક્રમમાં દલિત સમાજ દ્વારા ધારાસભ્ય મેવાણીનું સન્માન કરાશે અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જાહેરસભાને સંબોધન કરશે, વધુમાં આ સભામાં ગુજરાતભરમાં દલિત સમાજ પર અન્યાય અને અત્યાચારો થઇ રહ્યા છે અને વર્તમાન સરકાર દલિત પરના અત્યાચારો રોકવામાં નિષ્ફળ ગઈ છે અને વર્તમાન સરકાર દલિત વિરોધી માનસિકતા ધરાવતી હોય, દલિત સમાજની એકતા તરીકે દરેક લોકોને સમારોહમાં જોડાવવા માટે પણ આયોજકોએ અપીલ કરી છે.

મોરબી દલિત સમાજ દ્વારા આ જાહેરસભામાં ઉમટી પડવા હાકલ કરતા જણાવ્યું હતું કે વર્તમાન સરકાર દલિત સમાજને સાથણીમાં જમીન આપતી નથી, અગાઉની સરકારે આપેલી જમીન પણ પછી લઈ લીધી છે ત્યારે એકતાના દર્શન કરી દલિત સમાજ વિરોધી ગુજરાત સરકારને એકતાના દર્શન કરવવા અપીલ કરી હતી.

- text