મોરબીના રાજપરમાં ખનીજ ચોરી મામલે 2.15 કરોડના વાહનો સિઝ

- text


ફ્લાઈંગ સ્ક્વોડે સપાટો બોલાવ્યા બાદ વહેલી સવારે 4 વાગ્યા સુધી કાર્યવાહી ચાલી

મોરબી : મોરબીના રાજપર નજીક સરકારી જમીનમાંથી માટી અને મોરમની ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાની બાતમીને આધારે ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે સપાટો બોલાવી એક હિટાચી અને 6 ડમ્પર સહિત 2.15 કરોડનો મુદ્દામાલ કબ્જે કરતા ખનીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.

રાજકોટ ખાણ ખનીજ વિભાગ ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારી અંકિત ભટ્ટના જણાવ્યા મુજબ મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં સરકારી જમીનમાંથી મોટા પાયે માટી મોરમની ખનિજ ચોરી થતી હોવાની બાતમીને આધારે ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે બુધવારે દરોડો પાડતા સ્થળ ઉપરથી નસીતપરના મનુભાઈ પટેલની માલિકીના હિટાચી વડે ડમ્પરોમા માટી મોરમની ખનીજ ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.

વધુમાં ખાણ ખનીજ વિભાગે માટી મોરમ ચોરીના આ ચોકવાનારા કૌભાંડમા બનાવ સ્થળેથી 6 ડમ્પર પણ કબ્જે કરી પોલીસ મથકની કુલ મળી 2.15 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જમા કરવામાં આવ્યો હતો, સાથે જ સરકારી જમીનમાંથી માટી મોરમ ચોરી ક્યાં ક્યાં સ્થળે નાખવામાં આવતી હતી અને કોણ કોણ આ કૌભાંડમાં સંડોવાયેલ છે તે સહિતની બાબતો અંગે કાર્યવાહી કરી વહેલી સવારે 4 વાગ્યા સુધી કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

- text

- text