- text
રાતભર સર્ચ ઓપરેશન ચાલુ રખાતા વહેલી સવારે મૃતદેહ મળી આવ્યો
મોરબી : ગઈકાલે મોરબી તાલુકાના સાદુળકા ગામ પાસે મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણ વ્યક્તિની રાતભર શોધખોળ ચાલુ રાખવામાં આવતા સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે વહેલી સવારે 4 વાગ્યે એક સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો.
મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા મોરબી તાલુકાના સાદુળકા પાસેનો મચ્છુ 3 ડેમ પણ છલકાતા તેના દરવાજા ખોલાયા હતા. જેમાં બુધવારે બપોરે બારેક વાગ્યા આસપાસ સાદુળકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં નાહવા ગયેલા પરમાર ચિરાગ તેજાભાઇ (20 વર્ષ), ભંખોડિયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ (16 વર્ષ), ભંખોડિયા ગૌરવ કિશોરભાઈ (17 વર્ષ) આ ત્રણ મિત્રો ડૂબ્યા હતા.
બીજી તરફ મચ્છુ નદીમાં ડૂબેલા સગીર અને યુવાનને શોધવા માટે રાજકોટ મોરબી અને હળવદ લના 46 જેટલા તરવૈયાઓ દ્વારા સર્ચ ઓપરેશન કરી રાત્રે ફ્લડ લાઈટ લગાવીને શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. મોરબી ફાયર વિભાગના 12, રાજકોટ ફાયર વિભાગના 6, મોરબીના સ્થાનિક સેવાભાવી 12 તેમજ હળવદના ટીકર ગામના 16 લોકો મળી કુલ 46 તરવૈયાઓ કામે લાગ્યા હોય ગુરુવારે વહેલી સવારે ગૌરવ કિશોરભાઈ ભંખોડિયા ઉ.17 નામના સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો અને હજુ અન્ય બે વ્યક્તિઓને શોધવા કાર્યવાહી ચાલી રહી હોવાનું મોરબી ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહે જાડેજાએ જણાવ્યું હતું.
- text
- text