મોરબીના રફાળેશ્વરમાં તસ્કરો પ્રોવિઝન સ્ટોરમાંથી ગેસના બાટલા ચોરી ગયા 

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ પ્રોવિઝન સ્ટોરના તાળા તોડી તસ્કરો ગેસના બાટલા અને રોકડ રકમ ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

ચોરીની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે જીઆઈડીસીમાં આવેલ મારૂતી પ્રોવિઝન સ્ટોર નામની દુકાનના તાળા તોડી તસ્કરો એક રિલાયન્સ કંપનીનો તેમજ બે ઇન્ડેન કંપનીના ગેસના બાટલા કિંમત રૂપિયા 7500 તેમજ દુકાનના ગલ્લામાં પડેલા રોકડા રૂપિયા 4600 સહીત કુલ રૂપિયા 12,100નો મુદામાલ ચોરી કરી જતા મારૂતી પ્રોવિઝન સ્ટોરના માલિક અરૂણકુમાર ભાણજીભાઇ સંઘાણીરહે.મોરબી આલાપ સોસાયટી નવજીવન પાર્ક અક્ષર પેલેસ એપાર્ટમેન્ટ, મુળ ગામ વાઘપર (પીલુડી) વાળાએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text