ટંકારાના હડમતિયા ગામે એસઓજી દ્વારા નશીલા દ્રવ્યોનું સેવન અને સાયબર ક્રાઇમ જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો 

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોને મોરબી સ્પેશ્યલ ઓપરેશન ગૃપ દ્વારા સાઈબર ક્રાઈમ, એન.ડી.પી.એસ સહીતની બાબતો અંગે જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શાળાના બાળકોને નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થો (NDPS) વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ વધતા જતા મોબાઇલ ઉપયોગ વડે આચરવામાં આવતો સાઈબર ક્રાઈમ અને તેનાથી આપણે કેવી રીતે બચી શકીએ તથા જો ભોગ બનીએ તો ક્યા અને કેવા પગલાં લેવા સહીતના ઉપયોગી વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં એસઓજી પીઆઈ એમ. પી. પંડ્યા, જમાદાર રણજીતભા ગઢવી, રશિકભાઈ કડીવાર, ટંકારા પોલિસ સ્ટેશનના સી ટીમના પ્રવિણભાઈ મેવા, સતિષભાઇ બસીયા, પારૂલબેન પરમાર, કિરણબેન ઢેઢી સહીતના શિક્ષકો અને બાળકો જોડાયા હતા. હડમતિયા ગામની મુલાકાત સમયે સી ટીમે સિનિયર સિટીઝન વૃધ્ધાની મુલાકાત લીધી હતી તેમજ તેમને જરૂરિયાત મુજબનું રાશન લઈ દીધું હતું. આ ઉમદા કાર્ય કરી ટંકારા પોલિસની સી ટીમે સમાજમાં પોલિસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને ફરી એકવાર સાર્થક કર્યુ છે.

- text

- text