મોરબી અને ચોટીલા હિન્દુ વાહિનીના ગૌરક્ષકોએ 19 પશુઓને બચાવ્યા

- text


મોરબી : મોરબી અને ચોટીલાના હિન્દુ યુવા વાહિનીના ગૌરક્ષકો દ્વારા વાંકાનેરથી અમદાવાદ તરફ કતલખાને લઈ જવાતા 19 પશુઓને બચાવી લેવામાં આવ્યા છે.

હિન્દુ યુવા વાહિનીના સભ્યોને જાણકારી મળી હતી કે 2 આઈસર ગાડીમાં વાંકાનેરથી અમદાવાદ તરફ ગેરકાયદેસર કતલખાને 19 પશુઓને લઈ જવામાં આવી રહ્યા છે. જેથી મોરબી અને ચોટીલા હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકોની ટીમ દ્વારા આઇસર નંબર GJ-3-AT-2989 અને બીજી આઈસર ગાડી નં. GJ-13-AT-9779 ને રાત્રે 2 વાગ્યે ચોટીલા બાઉન્ડ્રી પાસે રોકવામાં આવી હતી અને તપાસ કરતાં બન્ને આઈસરમાં ભેસો અને પાડા મળી કુલ 19 પશુઓ ગેરકાયદે લઈ જવાતા હોવાનું ખુલ્યું હતું. તેથી હિન્દુ યુવા વાહિની દ્વારા બન્ને વાહનના ચાલકોને પકડીને પોલીસને સોંપ્યા હતા અને ચોટીલા ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

- text

આ કામગીરીમાં હરેશભાઈ ચૌહાણ, દલસુખભાઈ (ચોટીલા), અનિલભાઈ મહેશભાઈ (ચોટીલા), જયનભાઈ અજયભાઈ પરમાર, પ્રશાંતભાઈ, હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ કે.બી. બોરીચા, હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, જીતુભાઈ ચાવડા, પંકજભાઈ નકુમ, જયદીપભાઈ, પાર્થભાઈ, દિનેશભાઈ (એવીજીપી દિલ્હી), હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા, દીપુભાઈ વાઘેલા (જસદણ), વૈભવભાઈ પટેલ જોડાયા હતા અને પશુઓને કતલખાને જતાં બચાવાયા હતા.

- text