- text
એકત્ર થયેલા ફાળાની રકમમાંથી ગૌશાળામાં દાન, વૃધ્ધાશ્રમમાં નાસ્તો જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ
મોરબી : મોરબીના એવન્યુ પાર્કમાં મારૂતિ સુંદરકાંડ મહિલા મંડળના બહેનો દ્વારા ૧૫ મહિનામાં ૨૦૨ ગરબા અને ૧૭૦ સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા છે. આ મંડળની બહેનો એકત્ર થયેલા ફાળામાંથી ગૌશાળામાં દાન, વૃધ્ધાશ્રમમાં નાસ્તો કરાવવો જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
એવન્યુ પાર્કમાં રહેતા રમાબેન કોઠીયા દ્વારા મારૂતિ સુંદરકાંડ મહિલા મંડળ ચલાવવામાં આવે છે. આ મહિલા મંડળમાં ૧૫ સભ્ય બહેનો છે. જેઓએ ૧૫ મહિનામાં ૨૦૨ ગરબા અને ૧૭૦ સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા છે. આ મંડળ દ્વારા જે ફાળો એકત્ર કરવામાં આવે છે તે લીલાપર ગૌશાળા ગિરનારી, માઘવ ગૌશાળા વાવડી, ઉમિયા આશ્રમ ગૌશાળામાં ગાયને ચારો આપે છે તેમજ રાયસીંગપુરા વૃધ્ધાશ્રમમાં નાસ્તો કરાવે છે. ૧૧ વર્ષથી એવન્યુ પાર્કમાં દર મહિનામાં બે વાર પ્રભાતફેરી કરી પક્ષીને ચણ નાખે છે તેમજ જરૂરિયાતમંદ પરિવારના બાળકોની સ્કુલ ફી તેમજ ચોપડા આપી મદદ કરે છે. મોરબીના ઘરે ઘરે ગરબા કરી જન જન સુધી માં બહુચરના ગરબા પહોંચાડવાનું મંડળના રમાબેન કોઠીયાનું લક્ષ્ય છે.
- text
- text