8 તારીખે મોરબી પોસ્ટ ઓફિસમાં મહિલા સન્માન બચતપત્રનો કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબી પોસ્ટ ઓફિસમાં મહિલા સન્માન બચત પત્રનો કેમ્પ આગામી તારીખ 8 મેના રોજ યોજાશે.

મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર જે. આર. રાવલના જણાવ્યા પ્રમાણે ભારત સરકાર દ્વારા ઉચ્ચતમ વ્યાજ દર વાળી યોજના મહિલા સન્માન બચત પત્ર જે તારીખ 1/4/2023 થી અમલમાં આવી છે. તેનો કેમ્પ મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં તારીખ 8 મેના રોજ સવારના 9 થી બપોરના 1:30 સુધી રાખવામાં આવ્યો છે.

આ ખાતું ખોલવા માટે કન્યા મહિલાના બે પાસપોર્ટ સાઇઝના ફોટા, પાનકાર્ડ, આધારકાર્ડની ઝેરોક્ષ સાથે હાજર રહેવા જણાવાયું છે. આ ઉપરાંત આગામી દિવસોમાં તારીખ 10 મેના રોજ ધ્રુવ સંકલ્પ યોજના પીપીએફ કેમ્પ અને તારીખ 12 મેના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજના 0 થી 10 વર્ષ સુધીની કન્યા માટે રાખવામાં આવી છે. ઉપરોક્ત કેમ્પમાં ફોર્મ સ્થળ પર જ ભરી આપવામાં આવશે તથા મહિલા સન્માન બચત પત્રમાં વધુમાં વધુ રૂપિયા બે લાખ સુધી રોકાણ કરી શકાશે. ધ્રુવ સંકલ્પ યોજનામાં રૂપિયા 500થી ખાતું ખોલી શકાશે અને સુકન્યા સમૃદ્ધિ યોજના રૂપિયા 250 થી ખાતું ખોલી શકાશે.

- text

ઉપરોક્ત કેમ્પનો મોટી સંખ્યામાં ગ્રાહકોએ લાભ લેવો તેવું ભાવિનભાઈ ગોહિલ સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ મોરબી સબ ડિવિઝન અને જે. આર. રાવલ પોસ્ટ માસ્તર મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. કેમ્પનો સમય સવારના 9 થી 1:30 સુધીનો રહેશે.

- text