મોરબીમાં સગીરાને પ્રેમજાળમા ફસાવી દેહ અભડાવનાર ઝડપાયો

- text


દેવ ફનવર્ડમા રૂમ ભાડે ન અપાતા હોવાનું અને મીટર રૂમમાં દુષ્કર્મ ગુજાર્યું હોવાનું તપાસમાં ખુલ્યું

મોરબી : મોરબી શહેરના પોશ વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમા ફસાવી બાદમાં આપત્તીજનક ફોટો વાયરલ કરવાની ધમકી આપનાર વિધર્મી શખ્સને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો હોવાનું બહાર આવ્યું છે, સાથે જ દુષ્કર્મ માટે દેવ ફનવર્ડ જગ્યાના ઉપયોગ મામલે અહીં રૂમ ભાડે આપવામાં ન આવતા હોવાનું પણ અહીંના મીટર રૂમમા દુષ્કર્મ ગુજાર્યું હોવાનું બહાર આવ્યું છે.

મોરબી શહેરના પોશ વિસ્તારની રહેવાસી સગીરા ટ્યુશનમાં જતી હોય તે વેળાએ પ્રેમજાળમાં ફસાવી કાલિકા પ્લોટમાં રહેતા હસન સંધી નામના નરાધમે બહાર ફરવા લઈ જવાના બહાને દેવ ફનવર્ડમાં લઇ જઈ ત્યાંના મીટર રૂમમાં સગ શરીર સંબંધ બાંધ્યા બાદ જે તે સમયે ફોટા પાડી લઈ આ ફોટા બતાવી સગીરાને ધરાર સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.

- text

બાદમાં તાજેતરમાં મોરબીના રવાપર રોડ ઉપર ખ્યાતનામ દુકાનમાં પણ જબરદસ્તી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય જેથી કંટાળી ગયેલી સગીરાએ સમગ્ર આપવીતી પરિવારને વર્ણવતા અંતે સગીરાના પિતાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ મામલે આરોપી હસન સંધી વિરુદ્ધ ગુનો દાખલ કરી આજે નરાધમની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવા તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

- text