મોરબીમાં લેબર કોન્ટ્રાકટરના અપહરણ બાદ ભાગેલા બે શખ્સોને પકડવા દિલધડક ઓપરેશન 

- text


જોડીયાના ભાદરા પાટીયા પાસે PSI સહિત છ પોલીસ કર્મીઓને કચડવાનો પ્રયાસ, પોલીસ દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરીંગ

પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને સ્કોર્પિયો મુકીને નાશેલા બન્ને શખસોને હાડાટોડાની સીમમાંથી પકડી લીધા

મોરબી : મોરબીમાં અપહરણમાં ગુનામાં બે શખસો સ્કોર્પિયો કારમાં નાશી છુટ્યા બાદ જામનગરના જોડીયાના ભાદરા પાટીયા પાસે નાકાબંધી કરનાર પીએસઆઈ સહિત ૬ પોલીસકર્મીઓને કચડવાનો પ્રયાસ કરતાં પીએસઆઈ ૩ રાઉન્ડ ફાયરીંગ કરીને ફિલ્મી ઢબે પીછો કરીને હાડાટોડા ગામની સીમમાંથી બન્નેને ઝડપી લીધા હતાં. તેની સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે.

સંદેશ દૈનિક અખબારના અહેવાલ મુજબ મોરબીના કોન્ટ્રાકટર યુવકનું અપહરણ કરાયા પછી બે શખસો સ્કોર્પિયો કારમાં જામનગર તરફ આવતા હોવાની મોરબી એસ.પી.એ જામનગર એસ.પી. પ્રેમસુખ ડેલુને જાણ કરી હતી. એસ.પી.ની સુચનાથી જોડીયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.ડી.ગોહિલ સહિત પોલીસની ત્રણ ટુકડીઓ દ્વારા ભાદરા, બાદનપર પાટીયા. ખીરી ચેકપોસ્ટ પર નાકાબંધી કરાઈ હતી. જેમાં ભાદરાના પાટીયા પાસે પીએસઆઈ ગોહીલ સ્ટાફના જીતેશભાઈ, નિકુલસિંહ. અશોકસિંહ અને રવીભાઈ સાથે નાકાબંધીમાં હતાં.

- text

પીએસઆઈએ સ્કોર્પિયોને રોકવાનો પ્રયાસ કરતાં આરોપીઓએ પોલીસને જોઈને ફુલ સ્પીડમાં સ્કોર્પિયો ચલાવીને પીએસઆઈ સહિતના પોલીસકર્મીઓને કચડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દુર ખસી જતા આરોપીઓ આડશ તોડીને નાચ્યા હતાં. પીએસઆઈ રવિરાજસિંહ ગોહિલએ પોતાની પીસ્તોલમાંથી સ્કોર્પિયોની પાછળ ૩ રાઉન્ડ ફાયરીંગ કર્યા હતાં. જેમાંથી એક મીસ ફાયર થયો હતો અને ફિલ્મી ઢબે પીછો કરતા સ્કોર્પિયા કેશિયા ગામ પાસે રોડની સાઈડમાં સિમેન્ટની પાળી સાથે ટકરાઈને

ઉભો રહી ગયો હતો. તેમાંથી બન્ને શખસો ઉતરીને નાશી છુટ્યા હતાં. પોલીસે સ્કોર્પિયો કબ્જે કરીને આરોપીઓનો પીછો કરીને હાડાટોડા ગામની સીમમાંથી સલીમ દાઉદભાઈ માણેક (રે.મોરબી વાવડી રોડ ક્રિષ્ના પાર્ક) અને રફીક ગફુરભાઈ મોવર (રે. મોરબી વાવડી રોડ લોમજીવન પાર્ક) નામના બન્ને શખસોને ઝડપી લીધા હતાં. તેના કબ્જામાંથી બે મોબાઈલ કબ્જે કરીને પીએસઆઈ ગોહિલ ખુદ ફરિયાદી બનીને હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે.

જીઆરડી જવાને સ્કોપિયા આવતી હોવાની માહિતી આપી મોરાણા ગામ પાસે રહેલા જીઆરડી જવાને પીએસઆઈ ગોહિલને માહિતી આપી હતી કે મોરાણાથી ભાદરા પાટીયા તરફ પુરપાટ સ્કોર્પિયો કાર આવતી હોવાની માહિતી આપી હતી. જેથી પોલીસે આડાશ ઉભુ કર્યુ હતું.

- text