મોરબીમાં બેન્ક ઓફ બરોડા દ્વારા સ્વચ્છતા રેલી યોજાઈ

- text


મોરબી : ભારત સરકારના નાણાં મંત્રાલયના ઉપક્રમે સમગ્ર ભારતમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે જેના અનુસંધાને આજ રોજ બેન્ક ઓફ બરોડા સરદાર રોડ ખાતેની બ્રાંચથી ભારત સરકારના સ્વછતા પખવાડીયા યોજના અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં બેન્કના કર્મચારીઓ તેમજ દરેક લોકોએ ઉમળકાભેર ભાગ લીધેલ. આ આયોજનને સફળ બનાવવા આસિસ્ટન્ટ જનરલ મેનેજર અનિલકુમાર , ચીફ મેનેજર રાજુલભાઇ હાથી, મેનેજર અમિતભાઇ વાજા તેમજ ઓડિટર વૃતીકકુમાર બારાએ જહેમત ઉઠાવી હતી.

- text

- text