મોરબીમાં ત્રણ વર્ષની બાળકીને પીંખી નાખનાર નરાધમને 20 વર્ષની કેદ

- text


ઘરે રમવા આવેલી બાળકીને નરાધમે હવસનો શિકાર બનાવી હતી, વર્ષ 2019માં બનેલ ઘટનામાં પોકસો એક્ટ કોર્ટનો ચુકાદો

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વર્ષ 2019માં પોતાના ઘરે રમવા આવેલી ત્રણ વર્ષની માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવી હેવાનીયતભર્યું દુષ્કર્મ આચરનર નરાધમ શખ્સને મોરબીની ખાસ પોકસો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તેમજ ભોગ બનનારને રૂ. 4 લખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

આ ધૃણાસ્પદ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સામાકાંઠે રહેતા અને ટ્રક ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા સામાન્ય પરિવારના શ્રમિકની 3 વર્ષની દીકરી પર તેમની પડોશમાં જ રહેતા નરાધમ એવા રમેશભાઈ બાબુભાઇ મારવણીયાએ નજર બગાડી હતી. જો કે આ સામાન્ય શ્રમિક પરિવારની 3 વર્ષની માસૂમ બાળકી અવારનવાર પડોશમાં રહેતા પોતાના પિતા જેવડી ઉમેરના આ રમેશ બાબુ માનેવાણીયા નામના નરાધમના ઘરે રમવા જતી હતી. ત્યારે આ બાળકી કે તેના પરિવારને સ્વપ્નેય કલ્પના ન હતી કે તેમનો આ પડોશી પિતા જેવો પ્રેમ નહિ પણ વાસનાની નજરથી જોઈ માસૂમ બાળકીનું સર્વસ્વ લૂંટી લેશે. દરમિયાન ગત તા.9/3/2019ના રોજ દરરોજની જેમ આ બાળકી પડોશમાં રહેતા રમેશભાઈના ઘરે રમવા ગઈ હતી ત્યારે આ નરાધમ ઉપર વાસનાનું ભૂત એટલું સવાર થયું હતું કે પુત્રી જેવડી ઉંમરની દીકરી સાથે ન કરવાનું કરી બેઠો હતો અને આ માસૂમ દીકરીને હવસનો શિકાર બનાવીને રાક્ષસોને પણ શરમાવે તેવું અધમ કૃત્ય આચર્યું હતું. આથી બાળકીને ગુપ્તભાંગે ગંભીર ઇજા થતાં આરોપીની હેવાનીયતભર્યા દુષ્કર્મનો ભાંડો ફૂટી ગયો હતો.

- text

પોતાની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બનતા તેના પિતાએ જે તે વખતે બી ડિવિઝનમાં આરોપી રમેશ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે જે તે સમયે આઇપીસી 376 કલમ અને પોકસો એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી આરોપીને સખત સજા થાય એ માટે તમામ પુરાવા અને સચોટ કાર્યવાહીનું ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કર્યું હતું. દરમિયાન બાળકી ઉપર દુષ્કર્મનો કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો અને 18 મૌખિક પુરાવા અને 26 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટે આરોપી એવા નરાધમને આ કેસમાં દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. તેમજ આરોપીને 20 હજારનો દંડ અને ભોગ બનનારના પરિવારને 4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

- text