વિકાસ અને વિશ્વાસના નામે મત માંગવા આવ્યા છીએ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

- text


નરેન્દ્રભાઈના સુશાશનમાં અન્ય રાજ્યોમાં રોડ રસ્તા નથી એટલું મોટું તો ગુજરાતમાં કેનાલ નેટવર્ક હોવાનો દાવો

મોરબી : વિધાનસભા ચૂંટણીમાં મોરબી જિલ્લામાં આજથી પ્રચાર વેગવંતો બન્યો છે ત્યારે આજે ટંકારા પડધરી મતવિસ્તારના ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાના સમર્થનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મોરબીના રવાપર રોડ ખાતે જાહેરસભાને સંબોધી મતદારો પાસે વિકાસ અને વિશ્વાસના નામે મત માંગ્યા હતા. આ તકે આપ અને કોંગ્રેસના અનેક કાર્યકરોએ મુખ્યમંત્રીની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

ટંકારા – પડધરી મત વિસ્તારમાં આવતા મોરબીના રવાપર ગામ નજીક આજે જાહેર સભાને સંબોધન કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 24 કલાક વીજળી, તમામ જિલ્લા -તાલુકા મથકે રોજગાર સુવિધા, સારા રોડ રસ્તા, આરોગ્ય સુવિધા અને મજબૂત સુરક્ષા વ્યવસ્થા સહિતની સિદ્ધિઓ વર્ણવી કહ્યું હતું કે આજે અન્ય રાજ્યોમાં જેટલું રોડ રસ્તાનું નેટવર્ક નથી એટલું તો ગુજરાતમાં કેનાલ નું નેટવર્ક હોવાનું ઉમેર્યું હતું.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, છેલ્લા 27 વર્ષમાં પ્રજાના વિશ્વાસ થકી ભાજપ સરકારે સતત વિકાસની રાજનીતિ જ કરી છે અને આ વિધાનસભા ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અમે પ્રજા પાસે વિકાસ અને વિશ્વાસના નામે જ મત માંગવા આવ્યા છીએ. આજે સમગ્ર દેશમાં ગુજરાત નંબર વન હોવાનું ઉમેરી ભાજપને વિજયી બનાવવા હાંકલ કરી હતી. આજની જાહેરસભા દરમિયાન ટંકારા પડધરી મતવિસ્તારના આપ અને કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

- text

- text