મોરબી: શાંતિવન પ્રાથમિક શાળા ખાતે 8 સપ્ટેમ્બરે વિનામૂલ્યે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન

- text


 

મોરબી: નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી મોરબીની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનુ, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પનું આયોજન આગામી તારીખ 8 સપ્ટેમ્બરના રોજ મોરબીની સેન્ટ મેરી સ્કૂલની પાછળ આવેલી શાંતિવન પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું છે.

- text

8 સપ્ટેમ્બરે સવારે 9 થી બપોરે 1 વાગ્યા દરમિયાન યોજાનાર આ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પમાં વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર (મે.ઓ.આયુર્વેદ) અને વૈદ દીપ્તિબેન કડેચા (મે.ઓ.આયુર્વેદ) સેવા આપશે. આ કેમ્પમાં આયુર્વેદિક નિદાન અને સારવાર વિના મૂલ્ય કરી આપવામાં આવશે. સાથે જ આયુર્વેદિક ઔષધીઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન કરવામાં આવશે. આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવાનું વિતરણ કરવામાં આવશે. બાળકો તથા સગર્ભા મહિલાઓ માટે પોષણક્ષમ વાનગીઓનું ચાર્ટ દ્વારા માર્ગદર્શન પણ અપાશે. હરસ, મસા, શ્વાસ, એલર્જી, ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, પાચન સંબંધી તકલીફ તેમજ જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર કરી આપવામાં આવશે. ‘ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ’ આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે અને આ કેમ્પમાં આયુર્વેદ દવાઓ વિનામૂલ્ય અપાશે.

- text