મોરબીમાં ગણેશજીનું સ્થાપન કરી દરરોજ આરાધના કરતો રાવલ પરિવાર

- text


મોરબી : મોરબીમાં મહેશભાઇ રાવલ (બેન્ઝર ઇવેન્ટ) તથા તેમના પરિવાર દ્વારા શુકલા નિવાસ, સાકડી શેરી ખાતે અદભુત ડેકોરેશન સાથે ગણેશની સ્થાપના કરવામાં આવી છે. જેમાં રોજ અલગ અલગ કાર્યક્રમ દ્વારા ગણેશની ભક્તિ કરવામાં આવે છે. ગઈકાલે દુંદાળા દેવને 151 જાતના ભોગ ધરીને તેમનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. જેના દર્શનનો લાભ ધર્મપ્રેમી જનતાએ લઇ ધન્યતાનો અનુભવ કર્યો હતો. આરતી દર્શનનો નિયમીત લાભ લેવા માટે મોરબીની જનતાને રાવલ પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text