મોરબીથી બે બાળકો સાથે ગુમ થયેલ પરિણીતા વતન મધ્યપ્રદેશથી મળી આવી

- text


મોરબી : વર્ષ 2018માં મોરબી સિરામીક કારખાનામાં મજૂરી કામ કરવાની તપાસ કરવા જાવ છું કહી બે બાળકો સાથે લાપતા બનેલ પરિણીતા મધ્યપ્રદેશ તેના વતન નજીકથી મળી આવી હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.

જાણવા મળતી વિગતો મુજબ વર્ષ 2018માં મૂળ મેનાખેડી ગામ, તા. જીરાપૂર, જી.રાજગઢ, મધ્ય પ્રદેશના વતની અને હાલ મોરબી રફાળેશ્વર નજીક આવેલ વીટા સીરામીકમાં કામ કરતા દયારામ મેહતાબજી માલવીયના પત્ની લાડકુંવરબાઈ, પુત્રી રીન્કાબેન અને પુત્ર મોનુ સાથે ગત તા. ૨૬/૦૭/૨૦૧૮ ના સવારના સાતેક વાગ્યાના અરસામાં રીવોક સીરામીક લખધીરપૂર રોડ નજીકથી બાજુના કારખાનામાં મજૂરીકામની તપાસ કરવા માટે જાવ છુ તેમ કહી લાપતા બન્યા હતા.

- text

દરમિયાન ગુમ થયેલ પરિણીતા તેના બાળકો સાથે તા.૧૭ /૦૩/૨૦૨૨ના રોજ ચૌરાલા ગામ તથા માલખેડી વચ્ચે સીમમાં ઝુંપડામાં તા.ઘટીયા જી,ઉજ્જૈન, મધ્યપ્રદેશથી મળી આવ્યા હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.

- text