મોરબીમાં અજાણ્યા પુરુષની લાશ મળી, વાલી-વારસની શોધખોળ

- text


વારસદારોને એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પોલીસની અપીલ

મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર કોઇ અજાણ્યો પુરુષ ઉ.વ. આશરે ૬૦ તા.૧૮/૦૯/૨૦૨૧ના રોજ બંધુનગર ગામની સીમ, પેગ્વિન સીરામીક પાસે, નેશનલ હાઈવે રોડની કિનારી નીચે કોઈ કારણસર મરણ ગયેલ હોય મરણ જનારની લાશની કોઇ ઓળખ થયેલ ન હોય કે તેના વાલી વારસ મળી આવેલ નથી.

- text

મરણ જનાર પુરૂષ ઉ.વ. આશરે ૬૦ વર્ષનો શરીરે પાતળા બાંધાનો રંગ ઘઉંવર્ણ શરીરે રાખોડી કલરનો ફુલની ડીઝાઈન વાળો શર્ટ તથા બ્રાઉન કલરનું પેન્ટ પહેરેલ છે. તથા જમણા હાથની પહેલી આંગળીમાં સફેદ ધાતુની વીંટી પહેરલ છે. તથા મોઢા ઉપર સફેદ-કાળી દાઢી તથા મુછ છે. મરણ જનારના વાલી વારસોએ અજીતસિંહ એલ. પરમાર પોલીસ હેડ કોન્સ્ટેબલના મોબાઈલ નં.૮૪૦૧૨૬૧૦૯૪ અથવા તાલુકા પોલીસ સ્ટેશન ટેલીફોન નંબરઃ૦૨૮૨૨-૨૪૨૫૯૨ પર સંપર્ક કરવા પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એલ.પરમારની યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text