મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાશે

- text


તેજસ્વી વિદ્યાર્થીઓની નોંધણી પ્રક્રિયા આવતીકાલથી શરૂ કરાશે

મોરબી : મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આગામી સમયમાં સરસ્વતી સન્માન સમારંભ યોજાનાર છે. જેમાં સન્માન મેળવવા માંગતા તેજસ્વી વિદ્યાર્થીઓની નોંધણી પ્રક્રિયા આવતીકાલથી શરૂ કરવામાં આવશે.

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આગામી સમયમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. આ સમારોહમાં ધોરણ કે.જી.થી 12 તેમજ ઉચ્ચ અભ્યાસક્રમમાં પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. ધોરણ-6થી 12માં શાળાકીય વાર્ષિક મૂલ્યાંકનના આધારે 1થી 10 પ્રાપ્તાંક મેળવતા વિદ્યાર્થીઓની લેવલ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં શાળાનાં પરિણામ અને લેવલ ટેસ્ટના મેરીટનાં આધારે પ્રથમ 3 નંબર ને શિલ્ડ અને પ્રમાણ પત્ર દ્વારા સન્માનવામાં આવશે. બાકીના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. બાકીના તમામ ધોરણમાં શાળાકીય કે સંસ્થાકિય વાર્ષિક પરિણામને આધારે એકથી ત્રણ ક્રમાંક નક્કી કરવામાં આવશે

આ ઉપરાંત, બ્રહ્મ પરિવારના કોઈ વિદ્યાર્થીઓ/વ્યક્તિઓને કોઈપણ ક્ષેત્રમાં (GPSC વર્ગ – 1,2,3 માં નિમણુંક પામેલ અધિકારી, કલા, રમતગમત, યોગ, વ્યાયામ, શિક્ષણ વગેરે ક્ષેત્રમાં) રાજ્ય કક્ષાએ ભાગ લીધો હોય કે વિજેતા થયા હોય તેવા તમામને વિશેષ સન્માન આપવામાં આવશે. ઉચ્ચ કક્ષાએ ભણીને વિશેષ ઉપલબ્ધિઓ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ/વ્યક્તિઓને પણ સન્માનિત કરવામાં આવશે. આ માટે પોતાનું પરિણામ /પ્રમાણપત્ર/શિલ્ડની ફોટો કોપી નકલ આપવાની રહેશે.

- text

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તમામ પરિવારના વિદ્યાર્થીઓ પોતાનું ગત વાર્ષિક પરીક્ષાનું પરિણામ તારીખ 10-09-2021 થી 20-09-2021 સુધીમાં પોતાનું પરિણામ અહીં આપેલ સ્થળ પર પહોંચાડી શકશે. ત્યારબાદ પરિણામ સ્વીકારવામાં આવશે નહિ. વિદ્યાર્થીઓએ સાર્થક વિદ્યામંદિર – મોરબી 2, ઓરિએન્ટલ ક્લાસીસ-મોરબી 2, પી. જી. પટેલ કોલેજ-સનાળા રોડ, નવનિર્માણ ક્લાસીસ- જૂના મહાજન ચોક, લાભ એસોસીએટ-રવાપર રોડ, ડો. બી.કે.લહેરુ-શનાળા રોડ, ડો. બળવંતભાઈ પંડ્યાનું દવાખાનુ- વાઘપરા, ગાયત્રી જનરલ સ્ટોર્સ – ક્રિષ્ના ટ્રાવેલ્સની બાજુમાં, ભારતી વિદ્યાલય-મોરબી 2 અથવા વિજ્ઞેશમ ક્લાસીસ-વાવડી રોડ પર નોંધણી કરાવી શકશે. વધુ માહિતી માટે કેયુરભાઈ પંડ્યા – (94294 84440) અથવા અમુલભાઈ જોષી – (92271 00011)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text