મિનરલ વોટરની બોટલના ધંધામાં ધોકા-પાઇપ ઉડ્યા

- text


વાંકાનેર સીરામીક ફેકટરીમાં પાણીની બોટલો આપવા મામલે મારામારીમાં ત્રણ ઘાયલ

વાંકાનેર : વાંકાનેરની એક સીરામીક ફેકટરીમાં પાણીની બોટલો આપવા મુદ્દે માથાકૂટ થયા બાદ બઘડાટી બોલી ગઈ હતી. આ મારામારીમાં ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. બાદમાં યુવાને ત્રણ શખ્સો સામે હુમલો કર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જુનૈદ હુશેનભાઇ શેરસીયા (ઉવ.૨૪ ધંધો પ્રાઇવેટ નોકરી રહે પચાસર-જુના તા.વાંકાનેર) એ આરોપીઓ મનોજ હીરાભાઇ સરૈયા, મોમલ હીરાભાઇ સરૈયા, હીરાભાઇ સરૈયા (રહે ત્રણેય-હશનપર તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૮ના રોજ વાંકાનેરના જેતપરડા ગામની સીમમાં મલ્ટીસ્ટોન પ્રા.લી.કંપનીમાં આરોપી પાણીની બોટલો આપતા હોય તેની ફરીયાદીએ ના પાડેલ હોય જેનો ખાર રાખીને આરોપીઓએ બોલેરો પીકઅપ વાહન તથા મોટર સાયકલ લઇને આવી ફરીયાદીને ગાળો બોલી માથાકુટ ઝઘડો કરી લાકડી તથા લોખંડના પાઇપ વડે ફરીયાદી તથા સાહેદ હાર્દીકભાઇ તથા રીતેશભાઇને શરીરે હાથે-પગે માર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ એ.એસ.આઇ એમ.આર.ગામેતી ચાલવી રહ્યા છે.

- text