નગરપાલિકાના સત્તાધીશોએ જાહેર યુરિનલ રીપેર ન કરતા વેપારીઓએ સ્વખર્ચે રીનોવેશન કર્યુ

- text


મોરબીના નગર દરવાજે નગરપાલિકાનું નાક કપાયું

મોરબી : મોરબીના હાર્દસમાં નગર દરવાજા ચોકમાં આવેલ જાહેર યુરિનલ નગરપાલિકાએ રીપેર કર્યાના ગણતરીના દિવસોમાં જ તહસનહસ થઈ જતા વેપારી મંડળ દ્વારા વારંવાર રીપેર કરવા રજુઆત કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા રીપેરીંગ ન કરાતા અંતે વેપારીઓએ નગરપાલિકાનું નાક વાઢી લઈ સ્વખર્ચે રીપેર કરી જાહેર યુરિનલ જનતા માટે ખુલ્લું મૂક્યું છે.

વિકાસશીલ મોરબી શહેરમાં સતાની સાઠમારીમાં જાહેર જનતાને પ્રાથમિક સુવિધાઓ મળવી મુશ્કેલ બની છે ત્યારે શહેરના હાર્દસમાં નગર દરવાજા ચોકમાં આવેલ જાહેર યુરિનલના રીનોવેશન બાદ રખરખાવના અભાવે યુરિનલ બદતર હાલતમાં મુકાઈ જતા નગર દરવાજા વેપારી મંડળ દ્વારા જાહેર યુરિનલ રીપેર કરવા વારંવાર નગરપાલિકાને લેખિત મૌખિક રજુઆત કરી હતી.

જો કે, વારંવારની રજુઆત બાદ પણ પાલિકતંત્ર દ્વારા જાહેર યુરિનલ રીપેર ન કરવામાં આવતા અંતે નગરદરવાજા વેપારી મંડળના અગ્રણી બિસ્મિલા હોટેલવાળા ઈકબલભાઈ, કે.બી.બેકરી, સામાજિક કાર્યકર રાજુભાઇ દવે સહિતનાઓ દ્વારા સ્વખર્ચે આ યુરિનલનું મરામત કાર્ય હાથ ધરી નગરપાલિકાનું નાક કાપી લઈ જનતા માટે ખુલ્લું મૂક્યું છે.

- text

- text