મોરબીમાં આજે વ્હેલી પરોઢે ગાઢ ધુમ્મસ છવાઈ હતી

- text


મોરબી : મોરબીમાં આજે વ્હેલી પરોઢે ધુમ્મસછાયુ વાતાવરણ છવાયું છે. ઝાકળના લીધે વિઝીબલિટી ડાઉન થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.

આમ તો હવે શિયાળો પૂરો થવાની તૈયારીમાં છે. હવે ઠંડીનું પ્રમાણ પણ ખુબ ઓછું થઇ ગયું છે. ત્યારે મોરબીમાં આજે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ઘણા દિવસો બાદ આજે સમગ્ર વિસ્તારમાં વ્હેલી સવારે ધુમ્મસછાયુ વાતાવરણ સર્જાયું હતું. જે સવારે 9-15 વાગ્યા સુધી રહ્યું હતું. જેના લીધે ઠંડીમાં વધારો થયો છે. તેમજ થોડે દૂરનું પણ ન દેખાવાના લીધે રાહદારીઓ પરેશાન થયા હતા. અને વાહનચાલકોને વાહન ચલાવવામાં હાલાકી થઈ રહી હતી.

- text

- text