મોરબી જિલ્લામાં ઈ-લોક અદાલત યોજાઈ, 268 કેસમાંથી 86 કેસનો નિકાલ કરાયો

- text


નિકાલ થયેલા કેસના રૂ. 1.22 કરોડ જેટલી રકમનું સેટલમેન્ટ કરાયું

મોરબી : ઝડપી અને સંતોષકારક ન્યાય પ્રકિયા માટે સુપ્રીમ કૉર્ટના આદેશથી અને ગુજરાત હાઇકોર્ટની દેખરેખ હેઠળ રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ – દિલ્હી તેમજ રાજય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શનમાં મોરબી જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ જજ એ. ડી. ઓઝાના માર્ગદર્શનમાં મોરબી જિલ્લા કોર્ટ તેમજ માળીયા, વાંકાનેર, હળવદ અને ટંકારા તાલુકામાં ઇ-લોક અદાલતનું આયોજન કરાયું હતું.

- text

કોરોના મહામારીને કારણે સ્થળ પર બન્ને પક્ષને બોલાવવાને બદલે વીડિયો કોનફરન્સની મદદથી ઇ-લોક અદાલતમાં અકસ્માતને લગતા કેસ, ફોજદારી સમાધાન લાયક કેસ, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કેસ, લગ્ન સંબંધી ફેમેલી કેસ, મહેસુલ કેસ, ભરણપોષણ કેસ, એલ.એ.આર. કેસ, હિન્દૂ લગ્ન ધારો, મજુર અદાલત કેસ, દિવાની કેસ સહિતના કુલ 268 કેસ લેવામાં આવ્યા હતા. જેમાથી 86 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. અને રૂ. 1,22,39,647 રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યુ હતું, તેમ ડીએલએસએના સચિવ આર. કે. પંડ્યાએ જણાવ્યું હતું.

- text