મોરબીમાં એસ.પી. સેવા સંસ્થા અને ABVP દ્વારા નિઃશુલ્ક હેલ્થ ચેક-અપ કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીમાં એસ.પી. સેવા સંસ્થા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ફ્રી હેલ્થ ચેક-અપ કેમ્પ યોજાયો હતો.

મોરબીમાં આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તથા વાય-ફોર-ડી ફાઉન્ડેશનના સહયોગથી એસ.પી. સેવા સંસ્થા તથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આજે તા. 12/12/2020ના રોજ પુરુષોત્તમ ચોક ખાતે સરકારના તમામ નિયમોના પાલન સાથે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૩૦થી વધુ લોકોએ આ કેમ્પમાં લાભ મેળવ્યો હતો. કાર્યક્રમમાં સંસ્થામાંથી વિશેષ ચાંદ્રાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ટીમએ જહેમત ઉઠાવી હતી.

- text

 

- text