મોરબીની અરૂણોદય સોસાયટીના રહીશો દ્વારા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ

- text


મોરબી : મોરબી નગરપાલિકા હેઠળ અરૂણોદય સોસાયટીમાં બારેમાસ ભુગર્ભ ગટરનો પ્રશ્ન રહે છે. આ સમસ્યાનું કોઈપણ જાતનું કાયમી સોલ્યુશન કરવામાં આવતું નથી. સોસાયટીમાંથી વરસાદના પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી તે પાણી ભુગર્ભ ગટરમાં તથા ઘરમાં ભરાઈ છે. જેથી, સોસાયટીમાં નીકળવું અને ઘરમાં રહેવું મુશ્કેલ થઈ જાય છે. તંત્ર દ્વારા પ્રીમોન્સુન કામગીરી વોર્ડ નંબર-૪ માટે કરાઇ નથી. પ્રિમોન્સુન કામગીરીમાં ભુગર્ભ ગટર સફાઈ કરાવી હોત અને પાણી નિકાલ કરવા માટે યોગ્ય કામગીરી કરી હોત તો અત્યારે પબ્લિકને હેરાન થવું ના પડત. આવી લેખિત રજૂઆત અરૂણોદય સોસાયટીના રહીશોએ કલેકટર અને ચીફ ઓફિસરને કરી છે. અને આ બાબતે યોગ્ય પગલા ભરીને સ્થાનિકોના પ્રશ્નોનું નિવારણ લાવવા અપીલ કરી છે.

- text