વાંકાનેર તાલુકાના પાજ ગામેં 80 વિઘા કરતા વધુ જમીન ધોવાઈ જતા ખેડૂતો બેહાલ

- text


કોઈપણ જાતના સર્વે કર્યા વગર મોટા વોકળામાં સરકારી ચેકડેમ બાંધતા ખેડૂતોની જમીનો ધોવાઈ ગઈ હોવાનો બળાપો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાજ ગામેં જાત મહેનત જીંદાબાદના નારા સાથે દેશમાં દાખલો બેસાડી એક કરોડનો લોક ફાળો ઉઘરાવી મચ્છુ નદી ઉપર લોકબ્રિજ બંધાવ્યો હતો. આવા ઉત્તમ દાખલો બેસાડનાર પાજ ગામના ખેડૂતોને સરકારી ચેકડેમના પોતાની જમીનોથી હાથ ધોવાનો વારો આવ્યો છે. જેમાં કોઈપણ જાતના સર્વે કર્યા વગર મોટા વોકળામાં સરકારી ચેકડેમ બાંધતા ખેડૂતોની જમીનો ધોવાઈ ગઈ હોવાનો ખેડૂતોએ બળાપો ઠાલવ્યો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ, પાજ અને રસિકગઢ ગામની સીમ વચ્ચે નીકળતા વોકળામાં એક સરકારી ચેક ડેમ બાંધવામાં આવ્યો હતો. જે ચેકડેમના કારણે ચોમાસામાં વધુ વરસાદ પડતા પાણીએ ખેડૂતોના ખેતરો વચ્ચે વહેણ પાડી પોતાનો રસ્તો કર્યો. જેના કારણે પાજ ગામના ખેડૂતોને પોતાની જમીનથી હાથ ધોવાનો વારો આવ્યો છે. અને ૮૦ વિઘા કરતા વધુ જમીન ધોવાય ગઇ હોવા છતાં તંત્રના કોઈ અધિકારીએ ગામની કે ખેડૂતોના ખેતરોની સ્થળ ચકાસણી પણ કરી નથી. જે પાજ ગામના ખેડૂતો માટે દુર્ભાગ્ય સમાન છે.

- text