મોરબીના રવાપર રોડ પર ભૂગર્ભ ગટર પમ્પિંગ સ્ટેશન પાસે ગંદકીના ગંજ

- text


મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલ એવન્યુ પાર્ક નજીક ભૂગર્ભ ગટર પમ્પિંગ સ્ટેશન પાસે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. આ ગંદકી રોજબરોજ વધતી જાય છે છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જણાય રહ્યું છે.

- text

મોરબીના રવાપર રોડ પર આવેલ એવન્યુ પાર્ક નજીક આવેલ મોરબી ભૂગર્ભ ગટર પંમ્પીગ સ્ટેશન પાસે કચરાના ઢગ અને વરસાદી પાણી ભરાતા ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયું છે. તંત્રની બેદરકારીને લીધે ગંદકીની સફાઈ ન થતાં ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. આથી, આજુબાજુમાં આવેલ રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોએ પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે આ સમસ્યાનો હલ વહેલામાં વહેલી તકે આવે તેવી લોકોની માંગણી છે.

- text