યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન : મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી

- text


તમામ સમાજના લોકો એક સાથે પારિવારિક માહોલમાં નવરાત્રી ઉજવી શકે તેવા હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપનું આયોજન : તારીખ 25થી 27 સપ્ટેબર સુધીમાં રેજીસ્ટ્રેશન કરાવનાર મહિલાઓને ફ્રી એન્ટ્રી

મોરબી : મોરબીમાં સમાજ ઉપયોગી થવા માટે સતત ક્રિએટિવ પ્રવૃતિઓમાં સક્રિય રહેતા જાણીતા યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ તમામ સમાજના લોકો એક સાથે પારિવારિક માહોલમાં કોઈપણ ભેદભાવ વગર નવરાત્રી ઉજવી શકે તે માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત આ અર્વાચીન રાસોસ્તવની ખાસ કરીને તમામ સમાજની બહેનો મુક્તપણે એકદમ સુરક્ષિત વાતાવરણમાં રાસ ધૂમવાનો આનંદ માણી શકે તે માટે તમામ વયની મહિલાઓને સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવશે અને આ માટે મહિલાઓને તા.25 થી તા.27 સપ્ટેબર સુધી રેજીટ્રેશન કરાવી લેવાની અપીલ કરવામાં આવી છે.

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને સમાજ ઉપયોગી થવા માટે કંઈક અનોખું કરવાની પરંપરા શરૂ કરીને યંગ ઇન્ડિયા ગ્રુપ સમગ્ર શહેરનું રોલ મોડલ બની ગયું છે. જન્મદિવસની ઉજવણી હોય કે ધાર્મિક અને સામાજિક કર્યાની પ્રેરણાદાયી ઉજવણી કરીને યંગ ઇન્ડિયા ગ્રુપ સામાજિક ક્રાંતિ કરવાનો સરાહનીય પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે નવરાત્રી મહોત્સવમાં પણ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો એકસાથે રાસ ગરબે રમી શકે તેવુ ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તારીખ 25થી 27 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવનાર તમામ સમાજની મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે.

- text

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તા.29 સપ્ટેબરથી 8 ઓક્ટોબર સુધી મોરબી નજીક કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવેલ ક્રિષ્ના ગાઉન્ડ ખાતે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓ ફ્રી એન્ટ્રી મેળવવા માટે તા.25 થી તા.27 સપ્ટેબર સુધી રેજીટ્રેશન કરાવી લેવાની અપીલ કરવામાં આવી છે. અને રેજીટ્રેશન કરાવવા તથા પાસ મેળવવા માટે આશર ટેલિકોમ, બ્રાન્ચ 1 શનાળા રોડ એવન પાનની બાજુમાં મોબાઈલ નંબર 98793 99326 અને બ્રાન્ચ નંબર 2 જુના મહાજન ચોક મોબાઈલ નંબર 98249 28200 તથા બ્રાન્ચ 3 સુપર માર્કેટ મોબાઈલ નંબર 98245 68000 પર સંપર્ક સાધવાનો અનુરોધ કરાયો છે.

આયોજન અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયા ગ્રુપ હમેશા દરેક સામાજિક ભાવનાને પ્રેરણાદાયી રીતે નિભાવીને સમગ્ર સમાજને હકારાત્મક દષ્ટિકોણ અપનાવવાનું પ્રેરણાબળ પૂરું પાડવાનો પ્રયાસ કરે છે. તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપ દેશભાવના રંગે રંગાયેલું હોવાથી સર્વ સમાજ પ્રત્યે સમભાવની ભાવનાનો ખૂબ આદર કરે છે. આ માટે સર્વ સમાજમાં એકતાની ભાવના મજબૂત કરવા આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સર્વ સમાજની બહેનો માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. તેમજ બહેનો અર્વાચીન રાસોત્સવની સાથે પ્રાચીન ઢબે માતાજીની આરાધના કરવાની પરંપરા સાથે દેશ ભક્તિનો માહોલ ઉભો કરાશે. આ આયોજન પ્રોફેશનલ હેતુ માટે નહીં પણ દરેક સમાજના લોકો કોઈ પણ ભેદભાવ વગર એક જ જગ્યાએ પારિવારિક માહોલમાં ગરબે રમી શકે તેવા હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આયોજનમાં ખાસ સલામતી અને બહેનો મુક્તપણે રાસ ગરબે રમી શકે તેની વિશેષ તકેદારી રાખવામાં આવશે. સંકલ્પ નવરાત્રી મહોત્સવના આયોજન અંગે વિશેષ માહિતી માટે 98245 87875 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

જ્યારે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં મીડિયા પાર્ટનર તરીકે મોરબી અપડેટ જોડાયું છે. અને સમગ્ર નવરાત્રી મહોત્સવનું લાઈવ કવરેજ મોરબી અપડેટના ફેસબુક પેજ પર કરવામાં આવશે.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text