ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા આયોજિત ફ્રી નિદાન સારવાર કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લીધો લાભ

- text


મોરબી : તારીખ 2 જુલાઈના દિવસે ઇન્ડિયન લાયન્સનો સ્થાપના દિવસ હતો. સાથો સાથ ઇન્ડિયન લાઇન્સ કલબના સિલ્વર જ્યુબેલી વર્ષમાં પ્રવેશ નિમિત્તે મોરબીમાં અષાઢી બીજના દિવસે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો હતો. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

2 જુલાઈના દિવસે ઇન્ડિયન લાઇન્સ ક્લબનો સ્થાપના દિવસ હતો. આ સાથે જ ઇન્ડિયન લાઇન્સ ક્લબનો સિલ્વર જ્યુબિલી વર્ષમાં પણ પ્રવેશ થયો હતો. આ નિમિત્તે મોરબીમાં ઇન્ડિયન લાઇન્સ કલબ દ્વારા તારીખ 4 જુલાઈને અષાઢી બીજના દિવસે નિઃશુલ્ક નિદાન, સારવાર માટે હોમિયોપેથીક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમ્યાન નિઃશુલ્ક દવા વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં 73 દર્દીઓએ વિવિધ બીમારીનું નિદાન સહિત સારવાર તેમજ દવા મેળવી હતી.

- text

કેમ્પને સફળ બનાવવા ઇન્ડિયન લાઇન્સ પ્રમુખ ભાવેશભાઈ દોશી, સેક્રેટરી હર્ષદભાઈ ગામી, ઉપ પ્રમુખ ઘનશ્યામભાઈ અઘારા અને અશોકભાઇ સાહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. કેમ્પ દરમ્યાન ઇન્ડિયન લાઇન્સના સભ્ય દિલીપભાઈ રવેશીયા, નરેશભાઇ કડેચા, પ્રદીપભાઈ મહેતા, ધીરુભાઈ સુરેલીયા, હસુભાઈ સોરીયા, હંસાબેન ઠાકર, કે.સી.મહેતા, જીતેન્દ્રભાઈ વિઠલાપરા, શશીકાંતભાઈ મહેતા, વિમલભાઈ કચોરીયા, રોનકભાઈ કોઠારી, ભારતીબેન રાચ્છ સહિતનાએ ઉપસ્થિત રહી કેમ્પમાં ભાગ લેનાર તમામના સ્વસ્થ દીર્ઘાયુ જીવનની કામના કરી હતી.

- text