મોરબીના તબીબોએ તેમની પુત્રીઓને ઓરી રૂબેલા રસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અપાવી અફવાઓનું ખંડન કર્યું

- text


રસી અંગે પ્રવર્તતી તમામ માન્યતાઓ અને અફવાઓ તદન પાયા વિહોણી હોવાનું જણાવી તબીબોએ બાળકોને ઓરી રૂબેલા રસી આપવાનો અનુરોધ કર્યો

મોરબી : પ્રવર્તમાન સમય મા સરકાર તરફ થી ઓરી રૂબેલા નાબુદી અભિયાન ચલાવવા મા આવી રહ્યુ છે અમુક જગ્યાએ રસી દ્વારા બાળકોને નુકસાન થતુ હોય તેમજ રીએક્શન આવતુ હોય તેવા કીસ્સાઓ પ્રકાશ મા આવ્યા છે ત્યારે રસી અંગે જાત જાતની અફવાઓની બજાર ગરમ બની છે. વાલીઓ મા રસી અંગે અનેક અટકળો તેમજ મુંજવણો વ્યાપી રહી છે ત્યારે મોરબીના તબીબ બંધુઓએ પોતાના સંતાનોને એમ.આર.ની રસી લજાઈ મુકામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા મુકાવી પ્રવર્તતી અફવાઓ નુ ખંડન કર્યુ હતુ.

મોરબીના જાણીતા બાળ રોગના નિષ્ણાંત સ્પર્શ હોસ્પીટલ વાળા ડો. મનિષ ભાઈ સનારીયાની પુત્રી ચાર્વી (ઉ.વ. ૩) તેમજ મોરબીના ખ્યાતનામ ડર્મિટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ બેસ્ટ ક્લીનીક ઓફ ગુજરાત નો એવોર્ડ ધરાવનાર સ્પર્શ ક્લીનીક વાળા ડો. જયેશભાઈ સનારીયાની પુત્રી રીવા (ઉ.વ. ૨.૫) ને આજ રોજ લજાઈ મુકામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા રસી ઉપલબ્ધ હોય બંને બાળકીઓ નુ રસીકરણ કરવામા આવ્યુ હતુ.

- text

આ અંગે એશોસિયેશન ઓફ પિડીયાટ્રીક્સ મોરબી ના સેક્રેટરી ડો.મનિષ ભાઈ સનારીયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે આ રસી અંગે પ્રવર્તતી તમામ માન્યતાઓ અને અફવાઓ તદન પાયા વિહોણી છે. આ રસી ૯ મહીના થી માંડી ૧૫ વર્ષ સુધી ના બાળકો ને આપી શકાય. આ રસી દ્વારા બાળકો મા ઓરી તેમજ નુરબીબી નુ જોખમ ઘટાડી શકાય છે. બાળકો ને આવતા રીએક્શન અંગે તેઓએ જણાવ્યુ હતુ કે કોઈ પણ રસી નુ રીએક્શન બાળક ની તાસીર ને આધીન છે માટે આ રસી બાળકો માટે સલામત નથી તેવુ ન કહી શકાય.

વધુમાં તેઓએ જણાવ્યું કે આ રસી મુકાવવા થી બાળકોને ભવિષ્યમા રોગ સામે રક્ષણ મળે છે માટે દરેક માતા પિતા એ પોતાના બાળકોને આ રસી વિના સંકોચે મુકાવવા તેઓએ એશોસિયેશન ઓફ પિડીયાટ્રીક્સ વતી અપીલ કરી છે. પોતાના બાળકો ને જાહેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા રસી મુકાવી બીજા વાલીઓ મા જાગૃતિ આવશે તેમ તેમણે અંત મા ઉમેર્યુ હતું.

- text