મોરબીમાં પત્ની મર્ડર કેસમાં પુત્ર સામે માર માર્યાની વળતી ફરિયાદ નોંધાવતો હત્યારો પતિ

- text


તાલુકા પોલીસે હત્યારા પતિ પાસે થી છરી કબ્જે કરી જેલ હવાલે કર્યો

મોરબી: મોરબીમાં પત્નિની હત્યા કરનાર પતિએ પોતાના પુત્ર સામે મારમાર્યો હોવાની વળતી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ટીંબડી ગામના પાટિયા પાછળ અશ્વમેઘ હોટલના પાછળના ભાગે રહેતા વસંતભાઈ કેશાભાઈ લીંબાણીએ તેની પત્ની પ્રેમીલાબેન વસંતભાઈ લીંબાણીની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. માતાને બચાવવા વચ્ચે પડેલા યુવાન પુત્ર સંજય (ઉ.વ.૨૦) ઉપર પણ છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે પુત્રની ફરિયાદ પરથી પિતાની ધરપકડ કરી હતી.

- text

તાલુકા પોલીસ મથકે આરોપી પિતાએ પોતાના પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી કે બનાવ સમયે તે પોતાની પત્ની સાથે વાતચીત કરતા હોય, પુત્રએ ત્યાં આવીને હોટેલમાં કામ કરતો નહીં તેમ કહીને લાકડાના ધોકાથી મારમાર્યો હતો. જ્યારે પોલીસે બનાવની હકીકત અંગે જણાવ્યું કે આ ઘટનામાં પ્રથમ હત્યારા પતિએ તેની પત્નીને છરીના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ ઉશ્કેરાઈ જઈને પુત્રએ તેના પિતાને ધોકાથી મારમાર્યો હતો. જેથી હત્યારા આરોપીએ પુત્રને પણ છરીનો ઘા ઝીંકી દીધો હતો.જયારે પત્ની ની હત્યા મામલે આરોપી પતિ પાસે થી પોલીસે છરી કબ્જે કરી જેલ હવાલે કર્યો છે.

- text