મોરબી : ૧૬ બસોનું રદ કરાયેલ રાત્રી રોકાણ પુનઃશરુ કરવા ધારાસભ્ય મેરજાની માંગ

- text


ધારાસભ્યએ મોરબી ડેપોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા ડેપો મેનેજર અને વિભાગીય નિયામકને રજુઆત કરી

મોરબી : મોરબી ડેપોની ૧૬ જેટલી બસોનું રાત્રી રોકાણ બંધ કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારોના લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે આ મામલે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ એસટી ડેપો મેનેજર તેમજ રાજકોટમાં વિભાગીય નિયામકને રજુઆત કરી હતી.

બ્રિજેશ મેરજાએ મોરબી એસટી ડેપોની સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ધારાસભ્યને જાણવા મળ્યું હતું કે યાંત્રિક વિભાગની આર્ટ એ મિકેનિક તેમજ આર્ટ સી મિકેનિકલની ખાલી જગ્યાને કારણે બસ મરમતનું કામ ખોરંભે ચડ્યું છે. ઉપરાંત મોરબી ડેપોમાં એવી અસંખ્ય બસો ચાલુ રાખવામાં આવી છે જે આઠ લાખ કિલોમીટર ચાલી ગઈ છે.પરિણામે આવી બસો વારંવાર ખોટવાઈ છે જેને કારણે મુસાફરો રઝળી પડે છે.

- text

આ ઉપરાંત એસટી ડેપોમાં સ્વચ્છ પીવાનું પાણી, બાંકડા, સ્વચ્છ શૌચાલયની પૂરતી સુવિધા નથી. એસટી ડેપોમાં આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેકટર સિવાયની મદદનીશ ટ્રાફિક કંટ્રોલર જેવી અગત્યની જગ્યાઓ ભરવાની પણ તાતી જરૂયાત છે. ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આ તમામ પ્રશ્નો અંગે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

- text