મોરબી જિલ્લામાં આરટીઇ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ૫ મેં સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

- text


ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ જરૂરી આધારો સાથે દરેક તાલુકાઓમાં નિયત કરેલા અરજી સ્વીકાર કેન્દ્રની મુલાકાત લેવાની રહેશે : અરજી સ્વીકાર કેન્દ્ર ખાતેથી પણ પ્રવેશની ઓનલાઈન અરજી કરી શકાશે
મોરબી: મોરબી જિલ્લામાં આરટીઇ એકટ અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોને ધો.૧માં પ્રવેશમાં અપાવવાની ઓનલાઈન અરજી આજથી ભરી શકાશે. આ પ્રવેશ અરજી કરવાની છેલ્લી તારીખ ૫ મેં રાખવામાં આવી છે. આ અરજી www.rtegujarat.org વેબસાઈટ પર કરવાની રહેશે.

પ્રવેશની ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રીન્ટ કોપી અને જરૂરી આધારો સાથેની કોપી નિયત કરેલા તાલુકાવાર અરજી સ્વીકાર કેન્દ્ર પર તા.૮ મેં સુધીમાં જાહેર રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન જમા કરાવવાની રહેશે.આ ઉપરાંત સ્વીકારકેન્દ્ર પર પણ પ્રવેશ માટેની ઓનલાઇન અરજી કરી આપવામાં આવશે. તે માટે જરૂરી આધાર પુરાવા સાથે સ્વીકારકેન્દ્રની મુલાકાત લેવાની રહેશે.

અરજી સ્વીકાર કેન્દ્ર મોરબીમાં આંબાવાડી તાલૂકા શાળા,પી.જી.કલોક પાછળ,વૈભવનગર,મોરબી-૧ તેમજ તાલુકા શાળા નંબર-૧,વી.સી.ફાટક સામે, મણીમંદિરની બાજુમાં, મોરબી અને બી.આર.સી.ભવન, સામા કાંઠે, ત્રાજપર ચોક્ડી પાસે, એસ્સાર પેટ્રોલ પંપની સામે,મોરબી-૨ ખાતે કાર્યરત છે. ઉપરાંત માળીયામાં તાલુકા પંચાયત કચેરી,શિક્ષણ શાખા,તાલુકા પંચાયત કચેરી , ટંકારામાં કન્યા પ્રાથમિક શાળાદેરી નાકા રોડ, વાંકાનેરમાં રામકૃણ કુમાર તા.શાળા,રામકૃષ્ણ નગર, પંચાસર રોડ તેમજ બી.આર.સી,ભવન,સંસ્કાર વિદ્યાલયનીં સામે,મોરબી દરવાજા ખાતે અરજી સ્વીકાર કેન્દ્ર કાર્યરત છે.

- text

સરકારના ઠરાવ કમાંક મુજબ કુલ ૧૧ કેટેગરી જેમકે (૧) અનાથ બાળક (ર) સંભાળ અને સંરક્ષણ ની જરુરીયાતવાળું બાળક (૩) બાલગૃહના બાળકો (૪) બાળ મજુર/સ્થળાંતરીત મજુરના બાળકો મંદ બુદ્ધિ /સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો,ખાસ જરૂરિયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા-૨૦૧૬ ની કલમ૩૪ (૧) માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો.(૬) એચઆઈવી થી અસરગ્રસ્ત બાળકો.(૭) ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધલશ્ક્રી/પૌલીસદળના જવાનના બાળકો…(૮) o થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી ના બીપીએલ કુટુંબના બાળકો (૯) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ કેટેગરીના બાળકો.(૧૦) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ/અન્ય પછાત /વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો.(૧૧ ) જનરલ કેટેગરી/બિન અનામત વર્ગના બાળકોને આરટીઇ મુજબ પ્રવેશ આપવામાં આવશે.

પ્રવેશ માટે ઘરથી ૧ કિ.મી ત્યારબાદ ૩ કિ.મી.અને ત્યારબાદ ૬ કિ.મી શાળા અંતરને ધ્યાને લેવામાં આવશે. વાલીની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ. ૧૫૦૦૦૦/-તથા ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧૨૦૦૦૦/-ની જાહેર કરેલ છે આમ કોઈપણ વાલી સ્વીંકારકેન્દ્રની મુલાકાત લઇ જરૂરી માહિતી તથા અરજી વિનામૂલ્યે કરી શકશે. ખોટા આધાર પુરાવા રજુ કરીને પ્રવેશ મેળવેલનો પ્રવેશ રદ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text