- text
ટંકારા : ટંકારા તાલુકાની જબલપુર પ્રાથમિક શાળાના બાળકોને મુંબઈની સલ્ફર મિલ્સ લિમિટેડ કંપની દ્વારા નોટબૂકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુંબઈની સલ્ફર મિલ્સ લિમિટેડ કંપની જે છેલ્લા ૪૫ વર્ષોથી જંતુનાશક દવાના ઉત્પાદન અને સંશોધન સાથે સંકળાયેલી સંપૂર્ણ ભારતીય કંપની છે. કંપની દ્વારા સામાજિક પ્રવૃત્તિના ભાગ રૂપે આજે જબલપુર પ્રાથમિક શાળાના બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જબલપુર ગામના સરપંચ , ગ્રામ પંચાયતના સભ્યો , કંપનીના ટંકારા તાલુકાના ડિસ્ટ્રીબ્યુટર પટેલ ટ્રેડિંગ વાળા નરેન્દ્રભાઈ , શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યએ શાળા પરિવાર વતી કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો.
- text
- text