વાંકાનેર: ભગવાન પરશુરામ ની ગૌરવમય શોર્ય ગાથાના પ્રચાર-પ્રસાર માટે ભારતભરમાં પરિભ્રમણ કરવા નીકળેલ રથયાત્રાનું વાંકાનેરમાં આગમન થયું છે. વાંકાનેરના બ્રહ્મસમાજ દ્વારા આ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વાંકાનેરમાં ભારત ભ્રમણ કરીને આવેલ ભગવાન પરશુરામની રથયાત્રાનું આગમન થયું છે. બ્રહ્મ પરશુરામ અખાડા અને પ્રતિષ્ઠિત બ્રાહ્મણ સંગઠનો દ્વારા આચાર્ય રાજેશ્વરજી ના નેતૃત્વમાં નીકળેલ રથયાત્રા સંપૂર્ણ ભારત માં ૧ લાખ ૧૧ હજાર કિલોમીટર લાંબી યાત્રા કરી દેશના ૬૮૭ જિલ્લા કેન્દ્રોમાં અને ૪૦૦૦ તાલુકા અને મોટા ગામો સુધી પહોંચી છે. આ રથયાત્રા વાંકાનેર પહોંચતા બ્રહ્મસમાજે રથયાત્રાનું ઉમળકા ભેર સ્વાગત કર્યુ હતું.