મોરબીમાં કરચોરી અટકાવવા બે મોબાઈલ ચેકીંગ સ્ક્વોડ તૈનાત

- text


મોરબી: જીએસટી એન્ફોર્સમેન્ટ કચેરી દ્વારા મોરબીમાં બે મોબાઇલ ચેકીંગ સ્ક્વોડ તૈનાત કરવામાં આવી છે. આ સ્ક્વોડ કરચોરી પર ચાંપતી નજર રાખશે.

ઇ વે બિલની અમલવારી થયા બાદ હાઇવે પર ટ્રાન્સપોર્ટમાં બારોબાર માલ અન્ય રાજ્યમાં ઘુસાડી દેવાની અને રાજ્યમાં કરચોરીની સંભાવના નાબૂદ કરવાના ભાગ રૂપે જીએસટી એન્ફોર્સમેન્ટના ડેપ્યુટી કમિશનર હિતેશ વર્માના માર્ગદર્શન હેઠળ એક અધિકારી અને બે એસઆરપી સાથેની ત્રણ મોબાઈલ ચેકીંગ સ્ક્વોડ તૈયાર કરવામાં આવી છે . જેમાં બે ટિમ મોરબી અને એક ટિમ રાજકોટ ખાતે તૈનાત કરવામાં આવી છે.

- text

મોબાઈલ ચેકીંગ સ્ક્વોડ ટીમ ગમે ત્યારે રાઉન્ડ ધ ક્લોક વાહનોનું સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરશે. ચેકીંગ ટીમને તપાસના તમામ પાવર આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્ક્વોડનું કાર્યક્ષેત્ર જે તે જિલ્લા પૂરતું મર્યાદિત નહિ રાખતા રાજ્યભરમાં ગમે ત્યાં ત્રાટકી શકશે.આ વ્યવસ્થાથી કરચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

- text