મોરબી : સીરામીકમાં આગની ઘટનાની મોકડ્રિલ : અનેક વિભાગોનું ભોપાળુ બહાર આવ્યું

- text


૧૦૮, જીઈબી મોકડ્રિલ પૂર્ણ થયે પહોંચ્યા : ફાયર બ્રિગેડના જવાનો સ્લીપર, ચપ્પલ પહેરીને આવ્યા : પોલીસ એડવાન્સમાં પહોંચી ગઈ !!

મોરબી : મોકડ્રિલ એટલે શું ? સામાન્ય બાળકને પૂછીએ તો પણ જવાબ હોય કે તંત્રની ક્ષમતા ચકાસવા આચનક યોજાતી કવાયત !! આવી જ કવાયત આજે મોરબીની સીરામીક કંપનીમાં આગની ઘટના અંગે યોજાઈ હતી. જેમાં અનેક જવાબદાર તંત્રનું ભોપાળુ બહાર આવ્યું હતું. જેમાં પહેલા પહોંચવાનું હોય તેવા વિજતંત્રના અધિકારી, કર્મચારીઓ તેમેજ 108 મોકડ્રિલ પૂર્ણ થયે પહોંચ્યા હતા.

આજરોજ મોરબીમાં ઉંચી માંડલ ગામે નેક્ષીઓન સિરામિક ફેકટરીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોકડ્રિલ યોજાઈ હતી, .

આશ્ચર્ય તો એ વાતનું છે કે આ મોકડ્રિલ અંગે સંબંધિત તમામ વિભાગોને જાણ હોવા છતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ સેફટી શૂઝ ને બદલે ચપ્પલ અને સ્લીપર પહેરીને અગ્નિસમન માટે આવ્યો હતો. તો બીજી તરફ પોલીસ જવાનો તો આફત આવે તે પહેલાં જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

- text

દરમિયાન ઉંચી માંડલ ગામે યોજાયેલ આ મોકડ્રિલમાં ઉત્તેજના કરતા હાસ્ય ઉપજે એવી બીજી ઘટના એ ઘટી હતી કે કુદરતી આપદા વેળાએ માનવ હાની ન થાય તે માટે ૧૦૮ ની ટીમને તાકીદે પહોંચવું પડતું હોય છે પરંતુ આજના કિસ્સામાં તો મોકડ્રિલ સમાપ્ત થયા બાદ ૧૦૮ પહોંચી હતી અને જીઈબી તંત્ર પણ ૧૦૮ ની જેમ લેટ લતીફ બન્યું હતું.

આમ, મોરબીમાં આજની મોકડ્રિલ તંત્રની યોગ્યતા તપાસવામાં અનેક વિભાગોનું ભોપાળુ બહાર આવ્યું હતું.

આ મોકડ્રિલ દરમિયાન ડીઝાસ્ટર મેનેજમેન્ટના ડીપીઓ રવીકાન્ત પરમાર અને ઇન્ડસ્ટ્રીઝ સેફટી એન્ડ હેલ્થના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

- text