મોરબીમાં હસ્તકલા મેળાને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ: રૂ.૬૫ લાખનો વકરો

- text


સાત દિવસ દરમિયાન ૩ લાખ લોકોએ માણ્યો મેળો: કારીગરોની હાથ બનાવટની વસ્તોનું જીવંત પ્રદશન નિહાળી લોકો થયા મંત્રમુગ્ધ

મોરબી : મોરબીમાં ૭ દિવસના રાષ્ટ્રીય કક્ષાના હસ્તકલા મેળાનું સમાપન થયું છે.હસ્તકલા મેળાને લોકો તરફ થી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ૭ દિવસ દરમિયાન મેળાની કુલ ૩ લાખથી વધુ લોકોએ મુલાકાત લઈ અવનવી વસ્તુની ખરીદીનો આનંદ લીધો હતો. હસ્તકલા મેળામાં રેકર્ડ બ્રેક રૂ.૬૫ લાખની વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું.

મોરબીના એલ ઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા ૭ દિવસના રાષ્ટ્રીય કક્ષાના હસ્તકલા મેળાનું આયોજન કર્યું હતું.જેમાં અન્ય પ્રાંતના કારીગરોએ હાથ બનાવટની વસ્તુઓનું જીવંત પ્રદશન સાથે વેચાણ કર્યું હતું. ૧૮ જેટલી લુપ્ત થતી હસ્તકલા પટોડા, ખરડ વણાંક, લેકર વર્ક , વ્રડ કાર્વિંગ વર્ક, મશરું વણાંક, અજરક પ્રિન્ટ, સહિતની વસ્તુઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

- text

મેળામાં નખથી ચિત્રકામ કરતા હોય તેવા ગુજરાતના એકમાત્ર નેઇલ ચિત્રકારની કળાને આદરભર્યું સ્થાન મળ્યું હતું.આ હસ્તકલા મેળામાં ઘણા એવા કારીગરોએ પણ ભાગ લીધો હતો જેમની કળાને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ એવોર્ડ મળ્યો છે.અત્યાર સુધી માત્ર પાટણના પટોડા જ વખણાતા હતા ત્યારે આ હસ્તકલા મેળામાં રાજકોટના પટોડાની ભારે બોલબાલા જોવા મળી હતી.

મેળામાં આયુર્વેદિક શરબતનું વેચાણ કરનાર સખી મંડળના નિલેશભાઈ પંડ્યાએ રૂ.૨.૫ લાખના શરબતનું વેચાણ કર્યું હતું. સાત દિવસમાં મેળો સંપન્ન થયો ત્યાં સુધીમાં ૩ લાખ લોકોએ મેળાની મુલાકાત લીધી હતી અને રૂ.૬૫ લાખની વસ્તુઓ વેચાઈ હતી.આ અંગે ઈન્ડેક્ષના અધિકારી સ્નેહલ મકવાણાએ જણાવ્યું હતું કે, હસ્તકલા ના મેળાને લોકો મનોરંજન મેળાની જેમ માણ્યો હતો.હસ્તકલા ને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.

- text