હળવદમાં ખોજા સમાજ દ્વારા આગાખાનની ડાયમંડ જ્યુબિલીની ઉજવણી

- text


ખોજા સમાજના ધર્મગુરુને ૬૦ વર્ષ પૂર્ણ થતાં યોજાયા વિવિધ કાર્યક્રમો

હળવદ : ખોજા સમાજના ધર્મગુરુ નામદાર આગાખાન ભારતની યાત્રાએ આવ્યા છે અને તેઓને ૬૦ વર્ષ પૂર્ણ થતાં હોય હળવદ ઇસ્માઇલી ખોજા સમાજ દ્વારા ડાયમંડ જ્યુબિલી નિમીતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

ઇસ્માઇલી ખોજા સમાજના ધર્મગુરુ મૌલાના હાઝર ઇમામ નામદાર આગાખાનની ડાયમંડ જ્યુબિલી વિશ્વભરમાં ઉજવાઈ રહી છે ત્યારે આ સુવર્ણ અવસરે આગાખાન ભારતની મુલાકાતે આવ્યા હોય ઇસ્માઇલી ખોજા સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે.

- text

આગાખાનની ડાયમંડ જ્યુબિલી નિમીતે હળવદ ઇસ્માઇલી ખોજા જમાતખાના દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં મામેરું, સામૈયા તેમજ રાત્રીના સહારિધામ અને દાંડિયારાસનું આયોજન કરાયું હતું. વધુમાં ખોજા સમાજના ધર્મગુરુ આગાખાન સાહેબે ગઈકાલથી તેમની ભારત યાત્રાનો પ્રારંભ દિલ્હી ખાતેથી શરૂ કર્યો છે અને દસ દિવસની ભરતયાત્રા દરમિયાન તેઓ ગુજરાત, હૈદરાબાદ અને છેલ્લે મુંબઈ મુલાકાત લઈ તેમના મુરીદોને દર્શન આપી આગાખાન ફાઉન્ડેશનોની મુલાકાત લેનાર હોવાનું જાણવા મળ્યું છે.

હળવદમાં યોજાયેલ ડાયમંડ જ્યુબિલી કાર્યક્રમમાં ખોજા જમાતના મુખી જીગરભાઈ બતાડા, કામડિયાભાઈ, અહેરઅલી અમલાણી, નૂરઅલી પંજવાણી, મુરાદભાઈ દાદવાણી, બરક્તભાઈ પંજવાણી અને અમીરઅલી વાલજીએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text