મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી

- text


જિલ્લા કક્ષાના પર્વની વાંકાનેર ખાતે જ્યારે તાલુકા કક્ષાના પર્વ ઘુંટુ, ઓટાળા, મોટી બરાર, નવા ઘનશ્યામગઢ ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપી ઉજવણી કરાઈ

મોરબી : ૨૬મી જાન્યુઆરી-૨૦૧૮ના પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી વાંકાનેર ખાતેની અમરસિંહજી હાઇસ્કૂલના પટાંગણમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજયકક્ષાના મંત્રી બચુંભાઈ ખાબડના હસ્તે વાંકાનેર ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપીને આન બાન અને શાન સાથે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા અનેક કાર્યક્રમ યોજાયા હતા. આ તકે મોરબી જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા થતા સ્થાનિક ધારાસભ્ય, સંસદ સભ્ય તથા રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

મોરબી જિલ્લા કક્ષાની વાંકાનેર ખાતે ઉજવણીની સાથે જિલ્લાના ચારે તાલુકામાં તાલુકા કક્ષાની પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટંકારા તાલુકામાં ઓટાળા ગામે, મોરબી તાલુકામાં ઘુંટુ ગામે, માળીયા (મીં) તાલુકામાં મોટી બરાર ગામે, હળવદ તાલુકામાં નવા ઘનશ્યામગઢ ગામે અધિકારીઓ અને પદાધિકારીઓ રાષ્ટ્રધ્વજ ફરકાવી ગણતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી.
આ ઉજવણી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમેજ શાળા – કોલેજ ના છાત્રોએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જ્યારે આ ઉપરાંત મોરબી જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકા તેમજ જિલ્લાની તમામ શાળા અને કોલેજમાં ધ્વજવંદન સાથે પ્રજાસત્તાક પર્વની ગર્વભેર ઉજવણી કરવામાં આવી હતી.

 

- text