મોરબીમાં રેલવેના ડીમોલિશન સામે લોકોની આસ્થાની જીત : ઓપરેશન મુલતવી

- text


સવારથી જ ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિમાં અગનેશ્વર મહાદેવ મંદિરે લોકોના ટોળે ટોળા

મોરબી: મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રેલવેની હદમાં વર્ષોથી ઉભેલ અગનેશ્વર મહાદેવ મન્દિર અને મેલડીમાતાજીના મંદિરને તોડી પાડવા રેલવે દ્વારા કરવામાં આવેલી તૈયારી ભયંકર લોક રોષ જોતા હાલ તુરત મુલતવી રાખવામાં આવી છે અને લોકોની આસ્થા સામે રેલવે તંત્રને ઝુકવું પડ્યું છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ અગનેશ્વર મહાદેવ મંદિર અને મેલડી માતાનું મંદિર તોડી પાડવા રેલવે દ્વારા તૈયારી કરતા જ આજે સવારથી મંદિરે ભાવિકોની ભીડ જમા થઈ જતા મોરબી બી.ડીવીઝન પોલીસનો મોટો કાફલો ધટના સ્થળે પહોચ્યો હતો.
જો કે લોકોનો રોષ પારખી જતા મંદિરનું ડીમોલીશન રોકી દેવામાં આવ્યું હતું અને રેલ્વે તંત્ર દ્વારા જણાવ્યું હતું કે ઉપરથી હાલ પુરતી ડીમોલીશનની કામગીરી સ્થગિત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં જે પણ કાર્યવાહી થશે તેની જાણ કરવામાં આવશે, આમ ઓપરેશન ડીમોલિશન મુલતવી રહેતા જ સ લોકોમાં રોષ શાંત થયો હતો.

- text