- text
મોરબી : મોરબીમાં માથાના દુખાવા રૂપ ટ્રાફિક સમસ્યા હળવી કરવા રીક્ષા ચાલકોને સ્ટેન્ડપાસ આપવા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા માંગણી ઉઠાવવામાં આવી છે.
- text
મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જિલ્લા પોલીસ વડા અને નગરપાલિકાના સાતધીશોને રજુઆત કરી જણાવ્યું હતું કે મોરબી શહેરમાં રીક્ષા ચાલકો માટે કાયમી સ્ટેન્ડ પાસ ન હોવાથી રીક્ષા ચાલકો સતત ચક્કર લગાવતા હોય છે જે ને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે.
જો રીક્ષાચાલકોને નિયત સ્ટેન્ડ નક્કી કરવામાં આવે અને સ્ટેન્ડ પાસ આપવામાં આવે તો રીક્ષા ચાલકોને કાયમી રોજગારી મળી રહે અને ખોટા આંટા ફેરા બંધ થાય તો ટ્રાફિક સમસ્યા પણ હળવી થઈ શકે.
જેથી ગરીબ માણસો વ્યવસ્થિત રોજી રોટી મેળવી શકે તે ઉદેશ્યથી તાકીદે જિલ્લા પોલીસવડા દ્વારા સ્ટેન્ડ પાસ અંગે કાર્યવાહી કરવા લાલજીભાઈ મહેતાએ રજૂઆતના અંતે જણાવ્યું હતું.
- text