- text
કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા બીપીએલ,સ્વ સહાય જૂથ અને સખીમંડળો દ્વારા ઉત્પાદન કરાતી ચીજોના વેચાણ માટે પ્રદર્શન
મોરબી:આવતીકાલથી મોરબીના એલ.ઇ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દશ દિવસ માટે હસ્તકલા મેળા શરૂ થઈ રહયો છે જેમાં સ્વ સહાય જૂથો અને સખી મંડળો દ્વારા ઉત્પાદિત થતી ચીજ-વસ્તુઓનું સીધું જ વેચાણ કરવામાં આવશે.
ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારના સહયોગથી મોરબી ખાતે યોજાનાર આ હસ્તકલા મેળા કમ પ્રદર્શન અને વેચાણ અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતા જિલ્લા વિકાસ અધિકારી એમ.એસ.ખાટાણાના એ જણાવ્યું હતું કે ગ્રામીણક્ષેત્રે જુદી-જુદી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા કારીગરો,સ્વ-સહાય જૂથો,સખીમંડળો અને બી.પી.એલ કુટુંબોના ઉત્પાદનને પ્લેટફોર્મ પૂરું પાડવાનો સરકારનો આ પ્રયાસ છે.
વધુમાં આ હસ્તકલા મેલા અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે હસ્તકલાની આ બેનમૂન ચીજ-વસ્તુઓ લોકો સીધા જ ખરીદી શકે તે માટે આગામી તા.૭ ને શનિવારથી તા.૧૬ ઓક્ટોબર સુધી મોરબીના એલ.ઇ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હસ્તકલા મેળો યોજવામાં આવ્યો છે જ્યાં રાજ્યભરના કારીગરો પોતાની ઉત્કૃષ્ઠ બેનમૂન કારીગીરી લોકો સમક્ષ રજુ કરશે.
વધુમાં દશ દિવસ સુધી ચાલનાર આ પ્રદર્શન કમ વેચાણ હસ્તકલા મેળામાં અનેક એવી ચીજો પણ હશે કે જે સામાન્ય રીતે બજારમાં ઉપલબ્ધ નથી હોતી.
પત્રકાર પરિષદના અંતે જિલ્લા વિકાસ અધિકારી ખાટાણાએ મોરબી શહેર જિલ્લાના પ્રજાજનોને આ હસ્તકલા મેળાની અચૂક મુલાકાત લેવા અપીલ કરી હતી.
- text
- text