મોરબીમાં રણછોડનગર સોસાયટીની પાણી બંધ કરાતા કલેકટરને ફરિયાદ

- text


વોર્ડ નંબર-૨ માં અમૃતપાર્કના રહેવાસીઓની દાદાગીરી:પાલિકા કર્મીઓને વાલ ન ખોલવા દીધો

મોરબી:મોરબી શહેરના વોર્ડ નંબર-૨ માં આવેલ રણછોડનગર સોસાયટીમાં અમૃતપાર્કના રહેવાસીઓ દાદાગીરી કરી છેલ્લા ૧૦ દિવસથી પીવાના પાણીની લાઈન બંધ કરી દેતા મહિલાનું ટોળું કલેકટર કચેરી દોડી ગયું હતું અને જીલ્લા કલેકટરને લેખિત આવેદન પાઠવીને ઉગ્ર રજૂઆત કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રણછોડનગરના રહેવાસીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં પીવાના પાણીની મેઈન લાઈન બાજુમાં આવેલ અમૃતપાર્કમાંથી પસાર થતી હોય ત્યાંના નાગરિકોએ દસ દિવસથી લાઈનબંધ કરી દીધી છે.
વધુમાં આ વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે જેને પીવાના પાણી અને રોજીંદા વપરાશનું પાણી મળતું નથી જેથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ઉપરાંત આ મામલે પાલિકા કર્મચારીઓ વાલ્વ ખોલવા માટે જતા તેમની સાથે પણ અમૃતપાર્કના રહેવાસીઓએ ઉગ્ર માથાકૂટ કર્યાનું રજુઆતમાં જણાવાયું હતું.

- text

રણછોડનગર સોસાયટીના રહીશોએ પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે અમૃતપાર્કના રહીશો ઉગ્ર સ્વભાવ અને વિવાદિત મારામારી કરે તેવા હોવાથી આ સોસાયટીના લોકો વચ્ચે પાણી મામલે જૂથ અથડામણ કે મારામારીનો બનાવ ના બને તેવા હેતુથી પોલીસ બંદોબસ્ત રાખીને કામગીરી કરવાની માંગ કરવામાં આવી હતી આ મામલે નગરપાલિકાના કર્મચારીઓ આવ્યા હતા જેને અમૃતપાર્કના રહીશોએ લાઈન ચાલુ કરવા દીધી નથી જેથી પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાય જાય અને કોઈ અથડામણ ના થાય તેવા તકેદારીના પગલા લેવા રજુઆતમાં માંગ કરવામાં આવી છે.
પીવાના પાણી પ્રશ્ને અમૃતપાર્કના રહેવાસીઓ દ્વારા જિલ્લા કલેકટરની સાથે સાથ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને પણ જાણ કરવામાં આવી હતી.

- text