- text
ગામના ૩૬ નવયુવાનો ઢોલત્રાસા વગાડી કરેછે ગૌસેવા
- text
મોરબી:મોરબીના રાજપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં લોકોએ ઉદાર હાથે ફાળો આપી એક જ રાત્રીમાં અધધ કહી શકાય તેટલો ૨૬ લાખ રૂપિયાનો ફાળો નોંધાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રાજપર ગામે દરવર્ષે ગૌશાળાના લાભાર્થે નાટક યોજવામાં આવે છે જેમાં આ વર્ષે પૃથ્વીરાજ ચૌહાણ અને હાસ્ય નાટક રામલાની રામાયણ નામના નાટક રાજુ કરવામાં આવ્યા હતા અને ફક્ત સાડા ચાર કલાકમાં જ લોકોએ ઉદાર હાથે અધધ ૨૬ લાખ રૂપિયાનો ફાળો ગૌસેવા માટે આપ્યો હતો.
વધુમાં ગામ સમસ્ત દ્વારા ચલાવવામાં આવતી રાજપર ગૌશાળામાં હાલ ૧૨૫ ગાયોનો નિભાવ કરવામાં આવે છે જે પૈકી ૭૫ ગાયો તો ગ્રામજનોએ દત્તક લીધેલી છે અને ગ્રામજનો દ્વારા જ આ ગાયોને હુલામણા નામ આપી સેવા ચાકરી કરવામાં આવે છે.
રાજપર ગૌશાળાના લાભાર્થે ગામના યુવાનો કોઈપણ જાતના છોછ વગર ઢોલ ત્રાસ વગાડવામાં આવે છે અને અમારી ગાયો કદી કતલખાને નહિ જાય તેવો દ્રઢ સંકલ્પ કરી આ સેવા કાર્ય કરવામાં આવે છે.
આ પ્રસંગે ગ્રામજનો દ્વારા આ યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને મહંત દામજી ભગત દ્વારા યુવાનોને આશિષ આપ્યા હતા।
- text