- text
ગરબી માં સર્જન કરાયેલા હિમાલય પર્વત લોકો માં આકર્ષણ નું કેન્દ્ર
વર્તમાન અત્યાધુનીક યુગમાં વર્ષોવર્ષ અર્વાચીન નવરાત્રી મહોત્સવો અને રાસોત્સવોના ઠેરઠેર ભભકેદાર અને મોંઘાદાટ આયોજનો વધતા રહ્યા છે અને આવા આયોજનોમાં ખેલૈયાઓ બહોળી સંખ્યામાં ડીજે અને રીમીક્સ ગીતોના તાલે ઝુમી ઉઠેછે.પરીણામે આપણી પ્રાચીન નવરાત્રી ઉત્સવની પરંપરાઓ લુપ્તથતી જાયછે.
- text
ત્યારે આવા વર્તમાન સમયમાં પણ મોરબીના સામાંકાઠે સો-ઓરડી વિસ્તારમાં વરીયા મંદિર મુકામે યોજાતી શ્રી વરીયા પ્રજાપતિ ગરબી મંડળ દ્રારા છેલ્લા ૨૮ વર્ષથી પ્રાચીન પરંપરા અનુસાર ગરબીનું સુંદર આયોજન થાય છે આ નવરાત્રીના આયોજનમાં છેલ્લા ૨૮ વર્ષથી રમેશભાઈ નારણીયા,સુરેશભાઈ ઉંટવાડીયા,રમણીકભાઈ બરાસરા અને એ ગરબી મંડળ સહિતના કાર્યકરો સંકળાયેલા છે. અહીં નવરાત્રી દરમિયાન મહાન ભક્ત કવિઓ જેવાકે દયા-કલ્યાણ, વલ્લભ ભટ્ટ,શિવરામદાસ,ખુમાનસંગ,જેવા કવિઓ દ્રારા રચિત પ્રાચીન ગરબાઓ અને પ્રાચીન દુહા-છંદો-સ્તુતિઓનું મોરબીના લોકસાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરા,નટુભાઈ પ્રજાપતિ,શંકરભાઈ પ્રજાપતિ,સુરેશભાઈ નારણિયા,મેરૂ પ્રજાપતિ, અજય પ્રજાપતિ વગેરે કલાકારો દ્રારા શ્રદ્ધાભાવથી ગાન કરવામાં આવે છે.
દરરોજ બહોળી સંખ્યામાં આજુબાજુ વિસ્તારના લોકો આ ગરબીમાં ગરબે ઘુમવા અને નિહાળવા બહોળી સંખ્યામાં એકઠા થાય છે.નવરાત્રી દરમ્યાન પ્રાચીન પરંપરા અનુસાર થતા આયોજનના કારણે સામાંકાંઠા વિસ્તારમાં શ્રી વરીયા પ્રજાપતિ ગરબી આસ્થા,શ્રદ્ધા અને આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.
- text