તરણેતર મેળા માટે ૪ દિવસ સુધી મોરબી-વાંકાનેર વચ્ચે વધારાની ડેમુ ટ્રેન દોડશે

- text


તા.૨૪ થી ૨૭ દરમિયાન બે વધારાની ડેમુ ૩ કોચ સાથે દોડશે

મોરબી:વેસ્ટર્ન રેલવે રાજકોટ ડિવિઝન દ્વારા આગામી તા.૨૪ થી ૨૭ દરમિયાન તરણેતર મેળા માટે વિશેષ ટ્રેન ડોળવવા નક્કી કર્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ વેસ્ટર્ન રેલવે રાજકોટ ડિવિઝન દ્વારા તરણેતર મેળાને ધ્યાને લઇ મોરબી-વાંકાનેર વચ્ચે ચાર દિવસ સુધી વિશેષ ટ્રેન દોડાવવા નક્કી કર્યું છે જે અન્વયે ૨૪ થી ૨૭ દરમિયાન મોરબીથી બપોરે ૨ વાગ્યે ડેમુ ઉપડશે જે વાંકાનેર ૨.૫૦ કલાકે પહોંચશે.
વધુમાં આજ ટ્રેન બપોરે ૩ વાગ્યે વાંકાનેરથી ઉપડી બપોરે ૩.૫૦ કલાકે મોરબી પરત ફરશે,
વધારાની ડેમુ ટ્રેન ચાર દિવસ ચાલુ રહેશે અને ઢુંવા,મકનસર,રફાળેશ્વર નિયત સ્ટોપ ઉપર ઉભી રહેશે જેમા ત્રણ કોચ જોડવામાં આવનાર હોવાનું વેસ્ટર્ન રેલવેની સતાવાર યાદીમાં જણાવાયું છે.

- text

- text